ભારતનો શ્રીલંકા પ્રવાસ રદ્દ, બંન્ને બોર્ડે સ્વીકાર્યું- હાલ મેચ રમવાની સ્થિતિ નથી

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો સીમિત ઓવરોની સિરીઝ માટે શ્રીલંકાનો પ્રવાસ ગુરૂવારે રદ્દ કરી દેવામાં આવ્યો છે. બંન્ને બોર્ડનું કહેવું છે કે મેચોના આયોજન માટે અત્યારે સ્થિતિ વ્યાવહારિક નથી. ભારતે જૂન મહિનામાં શ્રીલંકા વિરુદ્ધ તેની ધરતી પર ત્રણ આંતરરાષ્ટ્રીય વનડે અને એટલી મેચની ટી20 (3 odi, 3 T20) સિરીઝ રમવાની હતી, જે જુલાઈ સુધી ચાલવાની હતી. 

મેચની તારીખને અંતિમ રૂપ આપવાનું બાકી હતી. એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું, હાલની સ્થિતિમાં જુલાઈમાં શ્રીલંકાનો પ્રવાસ કરવો સંભવ નથી. શ્રીલંકા ક્રિકેટ (એસએલસી) પણ અખબારી યાદી જાહેર કરીને સિરીઝ રદ્દ થવાની પુષ્ટિ કરી છે. 

એસએલસીએ કહ્યું, બીસીસીઆઈએ શ્રીલંકા ક્રિકેટને જાણ કરી છે કે કોવિડ-19 મહામારીને લઈને હાલની સ્થિતિ જોતા ત્રણ એકદિવસીય આંતરરાષ્ટ્રીય અને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝનું આયોજન વ્યવહારિક રહેશે નહીં.

રિલેટેડ ન્યૂઝ