રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટઃ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 624 કેસ, 19 મૃત્યુ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનો વ્યાપ સતત વધી રહ્યો છે. દરરોજ નવા કેસનો રેકોર્ડ બની રહ્યો છે. રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં નવા 624 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કુલ 19 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 198, સુરત શહેરમાં 174 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 391 દર્દીઓને સાજા થયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 31 હજાર 397 પર પહોંચી ગઈ છે. આ દરમિયાન કુલ 1809 લોકોના મૃત્યુ થયા છે. તો સારવાર બાદ 22808 લોકો સાજા પણ થયા છે. 


અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કુલ 13 લોકોના મૃત્યુ થયા છે. તો સુરત જિલ્લામાં 3, ગાંધીનગર, અરવલ્લી અને ભરૂચમાં એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે. 


ગુજરાતમાં અત્યાર સુધી 2 લાખ 38 હજાર 131 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો 2 લાખ 34 હજાર 597 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટીન છે. 

રિલેટેડ ન્યૂઝ