અનલોક-રની જાહેરાત: 31મી જૂલાઈ સુધી શાળા-કોલેજો બંધ

જૂલાઈમાં પણ સિનેમાઘર, જીમ, સ્વીમિંગપૂલ ચાલુ નહી થાય: દિલ્હી સિવાયની મેટ્રો રેલને લાલઝંડી: ક્ધટેન્ટમેન્ટ ઝોનમાં કોઈ છૂટછાટ નહી

ગુજરાત સરકારની નવી ગાઇડલાઇનની આજે કે કાલે જાહેરાત

બુધવારથી
રાત્રે 10થી 5 કર્ફ્યુ

નવી દિલ્હી તા.ર9
કોરોનાને કારણે દેશ આખો અને સમગ્ર અર્થવ્યવસ્થા તહસ-મહસ થઈ ગઈ છે. અઢી મહિનાના લોકડાઉન બાદ અનલોક-1 જાહેર કરાયું હતું. જે આવતીકાલે 30મી જૂને પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે કેન્દ્રના ગૃહવિભાગે અનલોક-રની અનેક છૂટછાટો સાથે જાહેરાત કરી છે. કર્ફ્યુ રાત્રે 10થી 5 રહેશે. જોકે, શાળા કોલેજો, કોચિંગ ક્લાસ આખો જૂલાઈ મહિનો બંધ જ રહેશે. ઉપરાંત, જીમ, સિનેમાઘર બંધ જ રહેશે. તો સામાજીક અને ધાર્મિક રાજકીય મેળાવડાઓ પણ થઈ શકશે નહિં.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, કેન્દ્ર સરકારે 1 જૂલાઈથી 31 જૂલાઈ સુધી અનલોક-રની જે જાહેરાત કરી છે તે અનુસાર અનલોક-રમાં રાત્રે 10થી 5 સુધી ક્ફર્યુ રહેશે અને શાળા-કોલેજો દેશભરમાં 31 જૂલાઈ સુધી બંધ જ રહેશે. તેમજ જીમ, સિનેમાઘર, ઓડીટોરીયમ, સ્વીમીંગપુલ પણ 31મી સુધી બંધ જ રહેશે.
જોકે, ક્ધટેઈન્મેન્ટ ઝોનમાં કોઈ છૂટછાટ મળશે નહિં, લોકડાઉન ચાલુ રહેશે અને જરૂરીયાતના કામોની જ છૂટછાટ ક્ધટેન્ટમેન્ટ ઝોનમાં રહેશે. આ ઉપરાંત, રાજ્ય બહાર જવા માટે મંજૂરીની જરૂર પડશે નહિં. પરંતુ, પરિવહન માટે પણ માસ્ક ફરજીયાત રહેશે. દિલ્હીમાં મેટ્રો ટ્રેન શરૂ થશે, અન્ય સ્થળે આ મેટ્રો રેલ બંધ રહેશે તેમ પણ જાણવા મળેલ છે. આમ, અનલોક-રમાં ઘણી છૂટછાટો મળી છે. હોટેલ-રેસ્ટોરેન્ટની સમય મર્યાદા રાજ્યમાં જુદી રહેશે તેનો સમય વધશે કે કેમ તે ગુજરાત સરકાર આવતી કાલે જાહેરાત કરે તેવી સંભાવના છે.

રિલેટેડ ન્યૂઝ