રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોના કેસ 600ને પાર, 20ના મોત; 422 દર્દીઓ થયા સાજા

ગાંધીનગર: રાજ્યમાં આજ રોજ 620 નવા દર્દી નોંધાયા છે. જેમાં 619 દર્દી રાજ્યના વિવિધ જિલ્લાઓ અને 1 દર્દી અન્ય રાજ્યનો નોંધાયો છે. જ્યારે 422 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,73,663 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 20 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન- 9, સુરત કોર્પોરેશન- 4, વડોદરા કોર્પોરેશન- 2, ગાંધીનગર- 2, જુનાગઢ કોર્પોરેશન- 1, પાટણ- 1 અને નવસારીમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,47,783 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,44,370 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 3,413 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ