સૌરાષ્ટ્ર-કચ્છમાં વણથંભ્યો કોરોના: 66 નવા કેસ, બેના મોત

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ,તા.30
અનલોક-2માં સમય વધારાની જાહેરાતની અમલવારી પૂર્વે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો થયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાની વણથંભી રફતાર યથાવત રહી છે. આજે વધુ 66 નવા કેસ સાથે કોરોનાએ બે વ્યકિતના ભોગ લીધા છે.
કોરોનાનું એ.પી. સેન્ટર ગણાતા જામનગર- ભાવનગરમાં એક જ દિવસમાં વિસ્ફોટ થયો હોય તેમ જામનગરમાં 18 અને ભાવનગરમાં 10 કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરમાં 7 અને ગ્રામ્ય વિસ્તારમાં 6 મળી કુલ 13 કેસ નોંધાયા છે. જયારે મુંબઇથી ખંભાળીયા આવેલ વૃધ્ધ અને સાવરકુંલડના વંડા ગામે 51 વર્ષના આધેડનું મોત નિપજયું છે.
આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગરમાં 5, અમરેલીમાં 3, જુનાગઢમાં 8, પોરબંદર- મોરબીમાં 3, બોટાદમાં 2, ખંભાળીયામાં 1, કચ્છમાં 9 નવા કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામ્યો છે.
અમરેલી
અમરેલી જિલ્લામાં આજે કોરોના ના ત્રણ કેસ નોંધાયા હતા જેમાં સાવરકુંડલાના વંડા ગામના 51 વર્ષીય યુવાનનું આજે સાંજે ભાવનગર ખાતે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું આ યુવાનના મોત થી જિલ્લામાં કોરોનાથી મોતનો આંકડો 7 પર પહોંચ્યો છે..
અમરેલી જિલ્લામાં આજે સાવરકુંડલા માં 24 વર્ષીય યુવાન તેમજ સાવરકુંડલાના વંડા ગામના 51 વર્ષીય પુરૂષ અને ખાંભાના રાણીંગપરા ગામના 49 વર્ષીય પુરૂષ ના કોરોના રિપોર્ટ આજે પોજીટીવ આવેલ હતા જેમાં સાવરકુંડલાના વંડા ગામના 51 વર્ષીય પુરૂષનું ભાવનગર ખાતે કોરોના રિપોર્ટ આવ્યાના થોડીજ કલાકો બાદ મોત થયું હતું,અમરેલી જિલ્લામાં કોરોના મોતનો આંકડો 7 પર પહોંચ્યો છે.અને કુલ પોજીટીવ કેસ 83 એ પહોંચ્યો છે.
આજે અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 3 કેસ નોંધાયેલ છે. ખાંભાના રાણીંગપરાના 49 વર્ષીય પુરુષ, સાવરકુંડલાના 24 વર્ષીય યુવાન અને સાવરકુંડલાના વંડાના 51 વર્ષીય પુરુષનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ દર્દીઓ મોટાભાગે કોવિડ-19 પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવ્યા છે.
ખંભાળીયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં મુંબઈથી આવેલા એક બ્રાહ્મણ વૃધ્ધાને પખવાડિયા પૂર્વે કોરોના હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જેનું આજરોજ બપોરે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ મુંબઈના થાણા વિસ્તારમાંથી ગત તા. 6 જૂનના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પુત્ર સહિત અન્ય બે સાથે આવેલા શાંતાબેન રાજેશભાઈ ભોગાયતા નામના 78 વર્ષના મહિલાને કોરોના પોઝીટીવ આવેલ.
ખંભાળીયા
દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના આહીર સિંહણ ગામના મુળ વતની અને છેલ્લા આશરે ત્રણેક દાયકાથી મહારાષ્ટ્રના ભીવંડી ખાતે સ્થાયી થયેલા 62 વર્ષીય એક વૃદ્ધ તેમના પત્ની તથા પુત્ર સાથે તેમની મોટરકાર મારફતે ગઈકાલે સોમવારે સવારે ખંભાળિયા તાલુકાના આહીર સિંહણ ગામે તેમના વતન પરત ફર્યા હતા. દરમિયાન કોરોના ટેસ્ટ કરાવતા પોઝીટીવ આવેલ.
જામનગર
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નું સંક્રમણ બેકાબુ બન્યું છે અને દિન પ્રતિદિન કોરોના ના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ફરીથી કોરોના વિસ્ફોટ થયો છે. અને એક જ દિવસમાં જામનગર જીલ્લા માં 19 નવા પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર માં ભારે દોડધામ થઈ છે.
જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 60 વર્ષના વૃદ્ધ નો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તે જ રીતે સ્વામિનારાયણ નગર -3 માં રહેતા એક વૃદ્ધનો પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, અને બન્નેને જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાર પછી રાત્રી ના બેચમાં જામનગર શહેરમાં પાંચ અને ધ્રોલ અને કાલાવડના ત્રણ સહિત વધુ આઠ પોઝેટીવ કેસ આવતા ભારે દોડધામ મચી ગઈ છે.
જામનગરના પવનચક્કી વિસ્તારમાં રહેતા 56 વર્ષીય પુરુષ, ગુલાબનગર વિસ્તારમાં રહેતા 53 વર્ષીય પુરુષ, 63 દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા 32 વર્ષીય પૂરુષ, રણજીતનગર વિસ્તારમાં રહેતા 74 વર્ષીય વૃદ્ધ અને સોની સમાજ ની વાડી પાછળ ખંભાળિયા ગેટ વિસ્તારમાં રહેતા એક 45 વર્ષ ના પુરુષ કોરોના ગ્રસ્ત બન્યા છે. અને જી જી હોસ્પિટલમાં ખસેડાયા છે.
તે ઉપરાંત ધ્રોલના 14 વર્ષીય એક કિશોર અને 40 વર્ષીય એક પુરુષ તેમજ કાલાવડના 56 વર્ષીય એક પુરુષ ના પણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અને તેઓને પણ જીજી હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ ઉપરાંત આજે સાંજ ના બેચ માં વધુ નવ પોઝિટીવ કેસ નોંધાયા છે. જે તમામ જામનગર શહેર વિસ્તાર ના છે. જેમાં 55 વર્ષ ના પુરુષ સોઢા નો ડેલો, નેશનલ પાર્ક ના 60 વર્ષ ના વૃદ્ધ, દરબારગઢ વિસ્તાર ના 72 વર્ષ ના વૃદ્ધ, એરફોર્સ ગેટ પાસે રહેતા 50 વર્ષ ના આધેડ, ખોડિયાર કોલોની ગ્રીન માં રહેતા 65 વર્ષ ના પુરુષ , ક્રિષ્ના પાર્ક ગુલાબનગર ના 60 વર્ષ ના પુરુષ, દિગ્વિજય પ્લોટ માં રહેતા 67 વર્ષ ના દર્દી, અને પીજી હોસ્ટેલ ના 25 વર્ષીય યુવાન ની સમાવેશ થાય છે.
જામનગરની હોસ્પિટલ માંથી આજે પાંચ દર્દી સજા થતા તેમન રજા અપાઇ હતી.
ભાવનગર
ભાવનગર જિલ્લામા આજરોજ 10 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 257 થવા પામી છે. ભાવનગરના એશીયન પાર્ક, કાળીયાબીડ ખાતે રહેતા 41 વર્ષીય અરવિંદભાઈ ઈટાલીયા, પટેલ પાર્ક-1, કાળીયાબીડ ખાતે રહેતા 42 વર્ષીય ગીતાબેન ઈટાલીયા, ક્રિષ્ના સોસાયટી, કાળીયાબીડ ખાતે રહેતા દંપતી 52 વર્ષીય અલ્કાબેન શેઠ અને 54 વર્ષીય ભુપતભાઈ શેઠ, કુંભારવાડા ખાતે રહેતા 67 વર્ષીય ઈસાભાઈ મગરેબી, ભાવનગરમા નર્સિંગ હોસ્ટેલ ખાતે રહેતા 23 વર્ષીય શિતલ સોલંકી, મહુવાના ભાદ્રા ખાતે રહેતા 32 વર્ષીય રાજેશભાઈ સીસારા, શિહોરના એશીયન પાર્ક, કંસારા બજાર ખાતે રહેતા 45 વર્ષીય જયેશભાઈ કંસારા, વલ્લભીપુરના ફુલવાડી ખાતે રહેતા 70 વર્ષીય ચમનભાઈ દલવાડીયા અને બુધેલ ગામ ખાતે રહેતા 46 વર્ષીય રમેશભાઈ મોરીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.
જુનાગઢ
જુનાગઢ તા.30 જૂનાગઢ શહેર જિલ્લો કોરોના વાયરસમાં વધુ ને વધુ ફસાઈ રહ્યો હોય તેમ દર્દીઓનો વ્યાપ વધતો રહ્યો છે, તે વચ્ચે આજે જૂનાગઢ શહેરના 6, વિસાવદરના લીમધ્રા ગામના 2 તથા ભેસાણ પંથક અને માણાવદરમાં એક એક મળી જિલ્લાના કુલ 13 લોકો કોરોના ગ્રસ્ત બન્યા છે, તો અન્ય જિલ્લાના 1 ના એક વ્યક્તિ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે,
આજની તારીખે શહેરમાં આજે વધુ નવા 9 કોરોના પોઝીટીવ આવેલ છે, જેમાં 67 વર્ષિય પુરૂષ (વૃન્દાવન સોસાયટી મધુરમ), 50 વર્ષિય પુરૂષ (બી 204, શ્યામ એપાર્ટમેન્ટ અશ્વિનીનગર જોષીપરા), 29 વર્ષિય મહિલા શ્રીનાથનગર, 60 વર્ષિય મહિલા (સુભાષનગર જોષીપરા) 62 વર્ષિય પુરૂષ (નીલ માધવ એપાર્ટમેન્ટ 502 જોષીપરા) 38 વર્ષીય પુરૂષ (કાળા પાણા ની સીડી), 50 વર્ષીય પુરૂષ ( બ્લોક નં. 16, સુંદરવન સોસાયટી જોશિપુરા), 27 વર્ષીય યુવાન શક્તિ નગર, શંતેશ્ચર રોડ, જોષિપુરા) તથા 21 વર્ષિય યુવતીનો સમાવેશ થાય છે, જેમાં યુવતીને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે.
આ ઉપરાંત વિસાવદરના લિમધ્રા ગામના એક 25 વર્ષીય યુવાન તથા 33 વર્ષીય પુરૂષ તથા એક 24 વર્ષ સ્ત્રી માણાવદર અને એક 35 વર્ષ પુરુષ ભેસાણ ના મેન્દપરા ગામના પોઝિટિવ પોઝિટિવ આવેલ છે. તો અન્ય જિલ્લાના એક સારવાર લઈ રહેલ દર્દીનો રિપોર્ટ જુનાગઢમાં પોઝિટિવ આવ્યો છે,
જુનાગઢની કોરોનાની અત્યાર સુધી પરિસ્થિતિ માં 96 પોઝિટિવ દર્દીઓ નોંધાઈ ચૂકયા છે, જેમાંથી 53 ને સારવાર બાદ રજા આપવામાં આવી છે, અને હાલમાં 26 એક્ટિવ દર્દીઓ છે. અને 3 દર્દીઓના મોત નીપજ્યા છે.
મોરબી
મોરબી શહેરમાં ધીરે ધીરે કોરોના સંકર્મીતોની સંખ્યા વધી રહી હોય એમ આજે બે કોરોનાનો કેસ નોંધાયા હતા.જેમાં મોરબીના રંગપર બેલા રોડ પર જનરલ પ્રેક્ટિસ કરતા 25 વર્ષના યુવાન તબીબ અને એક 38 વર્ષના યુવકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ત્યારબાદ અત્યારે વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ કેસ કબીર ટેકરી વિસ્તારનો છે. આ વિસ્તારમાં રહેતા 75 વર્ષના વૃદ્ધ હાજી યાકુબ બુધિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ વૃદ્ધના સેમ્પલ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતેથી લેવામાં આવ્યા હતા. તેઓનો રિપોર્ટ આજે સાંજના અરસામાં પોઝિટિવ જાહેર થતા ત્યાંથી મોરબી જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરવામાં આવી છે.
ગોંડલ
ગોંડલ પંથકમાં કોરોના બેકાબુ બનવાં પામ્યો છે.આજે જામવાડી માં એક વ્યક્તિ ને કોરોના પોઝીટીવ બહાર આવતાં અત્યાર સુધીમાં ગોંડલ પંથકમાં કોરોના પોઝીટીવ 18 કેસ નોંધાયા છે. જામવાડી રહેતાં જયંતિભાઇ બચુભાઈ મકવાણા ઉ.44 ની તબીયત બગડતાં મેડીકલ ચેકઅપ દરમ્યાન કોરોના પોઝીટીવ બહાર આવતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયાં હતાં.
ધોરાજી
ધોરાજી ના ખરાવાડ પ્લોટમાં 40 વર્ષીય પટેલ યુવાન, સ્ટેશન પ્લોટ વિસ્તારમાં 30 વર્ષીય યુવાન, બસ સ્ટેશન પાસે મંડાણ વાળી શેરીમાં 46 વર્ષીય પટેલ મહિલા,જેતપુર રોડ ગોકુલ પાન વાળી શેરીમાં 22 વર્ષીય પટેલ યુવતી અને બહારપુરા ભંગીવાસ વિસ્તારમાં રહેતા 55 વર્ષીય આધેડને કોરોના પોઝિટિવ આવતા તેઓને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.
આમ ધોરાજી શહેરમાં અચાનક કોરોના પોઝિટિવ કેસમાં ઉછાળો આવતા લોકોમાં ભય ફેલાયો છે.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં કોરોનાના પાંચ કેસ નોંધાયા છે. આંખના સર્જન સહીત પાંચ વ્યકિત ઝપટે ચડી જતા ફફડાટ ફેલાયો છે. 52 વર્ષના આધેડને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર રત્નદીપ સોસાયટીમાં રહેતા આંખના સર્જન 35 વર્ષના ડોકટર દુષ્યંતસિંહ હરપાલસિંહ ઝાલાને સોમવારે કોરોના પોઝીટીવ આવ્યા છે. તેઓ કોરોના પોઝીટવ ડોકટરોનાં સંપર્કમાં આવેલ હતા.
આરોગ્ય વિભાગમાં આશા વર્કર તરીકે ફરજ બજાવતા અને કૃષ્ણનગર હાઉસીંગ વિસ્તારમાં રહેતા 44 વર્ષીય ફરઝાનાબેન રહેમાન ખોખરને સોમવારે કોરોના પોઝીટીવ આવેલ. શહેરી વિસ્તારમાં કોરોનાની સર્વની કામગીરીમાં જતા હોવાથી ચેપ લાગ્યો હતો.
વિશ્ર્વ કુંજ સોસાયટીમાં રહેતા 46 વર્ષીય કલ્પેશ હર્ષદરાય ગાંધી કોરોના પોઝીટીવ આવેલ.
લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે 91 વર્ષીય જેઠાભાઇ પુજાભાઇ કોલદરાને શ્ર્વાસની તકલીફ જણાતા રીપોર્ટ પોઝીટીવ આવતા દવાખાને દાખલ કરેલ.
બોટાદ
બોટાદના મોટીવાડી વિસ્તારમાં 54 વર્ષના પુરૂષ અને મુસ્લિમ સોસાયટીમાં 45 વર્ષના પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવેલ છે. બોટાદ જિલ્લામાં કુલ 93 કેસ પોઝેટીવ નોંધાયેલ છે.

ક્ધટેનમેન્ટ ઝોનમાં લાલીયાવાડી: ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તાર નજીક તાલુકા શાળા નંબર – ચારની સામે પખવાડિયા પૂર્વે કોરોનાના આવેલા પોઝિટિવ કેસ બાદ તંત્ર દ્વારા નિયમ મુજબ ક્ધટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો. નિયમ મુજબ ક્ધટેનમેન્ટ ઝોનમાં સરકારી કર્મચારીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓને આવવાની છૂટ હોય છે. સફાઈ તેમજ અન્ય બાબતે આજદિન સુધી કર્મચારી દ્વારા આ ક્ધટેનમેન્ટ ઝોનમાં પોતાની ફરજ પર નિયમિત હાજર રહી, ન નીભાવ્યાની ફરિયાદ સ્થાનિક રહેવાસીઓમાં ઉઠી રહી છે. (તસવીર: કુંજન રાડિયા, ખંભાળિયા)

સુરેન્દ્રનગરમાં વેપારીઓનું
અડધો દિ’નું લોકડાઉન
વઢવાણ: સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાના ચેપ વધતા વેપારી મંડળના પ્રમુખ ધર્મેન્દ્રભાઇ સંઘવીની આગેવાનીમાં 8 વેપારી સંગઠનોની બેઠક મળેલ હતી.
વેપારીઓએ આજથી 7 જુલાઇ સુધી સવારે 9 થી બપોરના બે અડધી બજારો ખુલ્લી રાખશે. બે વાગ્યા પછી બજારો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સુરેન્દ્રનગર જીલ્લા લોકડાઉનના એક મહીના સુધી કોરોનાનો એક પણ કેસ ન હતો. 24મી એપ્રીલે થાનનો કેસ પ્રથમ આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ