દેશ કોરોનાના , છેલ્લા 24 કલાકમાં આવ્યાં અધધધ..24 કલાકમાં કોરોનાના 18,522 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 418 લોકોના મૃત્યુ

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસ સતત વધી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી જાણકારી મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,522 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 418 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 5,66,840 થઈ ગઈ છે. જેમાંથી  2,15,125 એક્ટિવ કેસ છે જ્યારે 3,34,822 લોકો સાજા થયા છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં 16,893 લોકોના મૃત્યુ થયા છે. 

દેશમાં સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે જ્યાં કોરોનાના કુલ 169883 કેસ નોંધાયા છે જેમાંથી 73313 એક્ટિવ કેસ છે. જ્યારે 88960 લોકો સાજા થયા છે. 7610 લોકોએ જીવ ગુમાવ્યાં છે. બીજા નંબરે તામિલનાડુ છે જ્યાં કોરોનાના 86224 કેસ નોંધાયા છે. અને 1141 લોકોએ જીવ ગુમાવ્યાં છે. દેશની રાજધાની દિલ્હી કોરોનાના કેસમાં ત્રીજા નંબરે છે જ્યાં કોરોનાના કુલ 85161 કેસ નોંધાયા છે. જેમાંથી 56235 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 2680 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. 

રિલેટેડ ન્યૂઝ