સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત બિજા દિવસે અડધાથી 13ાા ઇંચ

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ,તા.6
સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી સતત ત્રીજા દિવસે મેઘરાજાએ હેત વરસાવાનું ચાલુ રાખતા સવારના 6 વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધીમાં સાર્વત્રીક અડધાથી 13ાા ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે. એટલું જ નહીં પણ આ લખાઇ રહ્યું છે ત્યારે પણ અનેક સ્થળે હજુ પણ વરસાદ ચાલુ હોવાથી રાતના સમયે વધુ વરસાદ વરસી જવાની શકયતા જોવા મળે છે.
ગઇકાલે બપોરે બાદ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘરાજાએ આગમન ર્ક્યું હતું અને બપોરના બે વાગ્યા પછી દ્વારકા જિલ્લાને રીતસર ધમરોળી નાખ્યું હતું. માત્ર કલાકોના ગાળામાં ખંભાળીયામાં 19 ઇંચ, કલ્યાણપુરમાં 14 ઇંચ, દ્વારકામાં 10 ઇંચ સહીત જિલ્લાભરને ધમરોળી નાખ્યા બાદ આજે વહેલી સવારથી પણ ખંભાળીયામાં વધુ 4ાા ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ સહીતના જિલ્લામાં પણ ભારે મેઘાડંબર વચ્ચે દિવસભર ધિમીધારે તો કયારેક ધોધમાર વરસાદી ઝાપટા રૂપે વરસાદ ચાલુ રહ્યો હતો. જેમાં બપોર બાદ આજે જામનગર જિલ્લાને ધરમરોળી નાખતા કાલાવાડમાં 13ાા ઇંચ, ધ્રોલમાં 7 ઇંચ, જોડીયામાં 4ાા ઇંચ, જામનગરમાં 4 ઇંચ, અને લાલપુરમાં 3ાા ઇંચ સુધી મેઘમહેર નોંધાઇ હતી.
આ સિવાય રાજકોટ શહેર-જિલ્લામાં દિવસભર અવિરત હળવા ભારે ઝાપટા સાથે વરસાદ ચાલુ રહેતા પડધરીમાં 7 ઇંચ, રાજકોટમાં 5 ઇંચ જયારે લોધીકામાં 4ાા ઇંચ, જામકંડોરણામાં 2ાા ઇંચ, ધોરાજીમાં 3 ઇંચ સિવાય જેતપુર, ઉપલેટા, વિંછીયા, જસદણ, કોટડા સાંગાણી જેવા તાલુકામાં આજે રાત્રે 8 વાગ્યા પુરા થતા 24 કલાકમાં 1 થી 3 ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો.
છેલ્લા બે દિવસમાં અવિરતપણે ચાલતા વરસાદી દૌરમાં ખંભાળીયા અને દ્વારકા જિલ્લામાં અનેક પુલ, રસ્તાનું ધોવાણ થયું છે. જેને કારણે દ્વારકા હાઇવે પર કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. તો સોમનાથ ભાવનગર અને જુનાગઢ- વેરાવળ નેશનલ હાઇવેનું પણ ધોવાણ થતા વાહન ચાલકોને પારાવાર યાતના વેઠવી પડી રહી છે. તો કેશોદના ગઢાડ ગામે પુલ ધરાસાઇ થતા ગામ બે ભાગમાં વહેંચાઇ ગયું હતું.
સાર્વત્રીક મેઘમહેરના પગલે સૌરાષ્ટ્રભરમાં તમામ નદી નાળાઓમાં ઘોડાપુર આવ્યા હતા. અનેક નાના મોટા તળાવો, ચેકડેમો છલકાયા હતા તો ઘણા બધા મોટા જળાશયોમાં પણ વ્યાપક પ્રમાણમાં નવા નીરની આવક થઇ હતી. જેથી કેટલાક મોટા ડેમો છલકાયા હતા. તો ઘણા ડેમો છલકાવાની તૈયારીમાં હતા.
આમ અષાઢ મહીનાના મધ્યાહને અંતે ચોમાસાનો બીજો રાઉન્ડ આવી પહોંચ્યો હતો. જેમા સચરાચર અને સમયસર મેઘ મહેર થતા જળ સંકટ તણાઇ જવા સાથે વાવણી પણ કાચા સોનારૂપે પડેલા વરસાદથી ધરતીપુત્રોના હૈયા હરખાયા હતા.

પ્રભાસ પાટણ: સરસ્વતી નદી વિસ્તારમાં ભારે વરસાદને કારણે સરસ્વતી નદીમાં પુર આવતા સોમનાથ ખાતે આવેલ ત્રિવેણી સંગમ છલકાયો છે અને ત્રિવેણી ઘાટની ઉપરનાં ભાગમાં પાણી ફરી વળેલ છે. જે તસવીરમાં નજરે પડે છે. (તસવીર: દેવાભાઇ રાઠોડ- પ્રભાસ પાટણ)પડધરી-ધ્રોલમાં 7, બચાઉ- રાજકોટમાં 5, જોડીયા 4ાા, ખંભાળીયા- લોધીકા 4ા, ટંકારા- જામનગરમાં 4 ઇંચ અન્યત્ર 3ાા ઇંચ સુધી હેત વરસ્યું : અનેક રસ્તા પુલના ધોવાણથી વાહન વ્યવહારને અસર : બ્રિજ તુટી પડતા ગઢાડ ગામ બે ભાગમાં વહેંચાયું

રિલેટેડ ન્યૂઝ