સૌરાષ્ટ્રમાં વાવણી ઉપર વરસ્યુ કાચુ સોનુ

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ,તા.10
સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસમાં વિરામ બાદ વાવણી ઉપર કાચા સોના રૂપે હળવા ભારે ઝાપટાથી 2ાા ઇંચ સુધી કેટલાક સ્થળે નોંધપાત્ર વરસાદ વરસી ગયો હતો. તો હજી આગામી સપ્તાહમાં પણ આ પ્રકારે માહોલ ચાલુ રહેવાનો અને સોમનાથ જુનાગઢ, પોરબંદર, ભાવનગર અમરેલી જીલ્લામાં સોમ-મંગળવારે ભારેથી અતિ ભારે વરસાદ વરસી જવાની શકયતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.
બે દિવસના વિરામ બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ફરીને મેઘસવારી આવી પહોંચી હતી. અને તમામ જિલ્લામાં છુટ્ટોછવાયો વરસાદ વરસ્યો હતો.
જેમાં મોટા ભાગના તાલુકામાં હળવા ભારે ઝાપટાથી લઇ એક ઇંચ સુધી જયારે ભુજમાં 2ાા ઇંચ, ગઢડામાં 2 ઇંચ, સાલયામાં 1ાાા ઇંચ, જાફરાબાદ રાજકોટમાં 1ા ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો.
રાજકોટ
રાજકોટ શહેર જિલ્લામાં આજે સવારના સમયે છુપછાવના માહોલ વચ્ચે ગરમી અને બફારો અનુભવાતો હતો. પરંતુ બપોર સુધીમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાયા હતા. 1 વાગ્યા આસપાસ વરસાદ તુટી પડયો હતો. બાદ સાંજે 4 વાગ્યા સુધી ધીમીધારે ચાલુ રહ્યો હતો. 4ાા વાગ્યા આસપાસ ફરી ધોધમાર વરસવાનું ચાલુ થતા સાંજે છ વાગ્યા સુધીમાં 1ા ઇંચ જેટલો વરસાદ રાજકોટ શહેરમાં વરસી ગયો હતો. આ સિવાય ગોંડલ, જસદણ, વિંછીયા, જામકંડોરણા, લોધીકા, પડધરી સહીતના વિસ્તારમાં ઝાપટાથી અડધો ઇંચ સુધી વરસાદ વરસી ગયાના વાવડ મળે છે.
સોમનાથ જીલ્લો
ગીર-સોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠી દ્વારા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા અપાયેલ સુચના અનુસંધાને એસ.ઓ.જી.ના પી.આઇ. એસ.એલ.વાઘેલા, પી.એસ.આઇ. વી.આર.સોનારા, એ.એસ.આઇ. એલ.ડી.મેતા, નરવણસિંહ ગોહીલ, ગોવિંદભાઇ વંશ સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન બાતમીના આધારે કોડીનારના ગુન્હામાં નાસતો ફરતો આરોપી જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાયજાદા ઉ.વ.3પ રહે.કોયલાણા, તા.કેશોદ વાળા ને વેરાવળ બસ સ્ટેશન પાસેથી સી.આર.પી.સી. કલમ 41-1 આઇ મુજબ ઝડપી લઇ કોડીનાર પોલીસને સોપવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ઉના પંથકમાં બે ઇંચ
ઊના શહેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડેલ હતો. જ્યારે તાલુકાના દેલવાડા, સામતેર, કાણકબરડા, સનખડા, ગાંગડા, મોઠા, ધોકડવા, કેસરીયા સીમાસી, ખાપટ, નવાબંદર, સહીતના ગામોમાં દોઢ થી 2 ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
જામનગર જીલ્લામાં એક ઇંચ સુધી
જામનગર જિલ્લાના ચાર તાલુકામાં મથકોમાં આજે મેઘરાજાની પુન: પધરામણી થઈ હતી, અને અડધાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લાના જામજોધપુર માં આજે બપોર પછી ફરીથી મેઘરાજા વરસ્યા હતા, આજે બપોર પછી ધોધમાર વરસાદના કારણે જામજોધપુરની નદીઓમાં પુર આવ્યા હતા. જામજોધપુર ટાઉન ઉપરાંત આસપાસના શેઠવડાળા, બુટાવદર, વસંતપુર, જામવાડી, બગથરા સહિતના ગામોમાં ધોધમાર એક થી દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હતો. જામનગર જિલ્લા કલેક્ટર કચેરીનાં ક્ધટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સાંજે 6 વાગ્યા સુધીમાં જામજોધપુરમાં 21 મી.મી વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત ધ્રોલ પંથક માં 28 મી.મી વરસાદ નોંધાયો હતો. ધ્રોલ ની બાવની નદી માં આજે ફરીથી ઘોડાપુર આવ્યા હતા. ધ્રોલના ગ્રામ્ય વિસ્તારોમાં પણ એકથી દોઢ ઇંચ પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
આ ઉપરાંત જામનગર જિલ્લાના કાલાવડ માં 6 મીમી, જ્યારે જોડિયામાં 7 મીમી વરસાદ નોંધાયો છે. જામનગર શહેરમાં પણ આજે વરસાદી વાતાવરણ રહ્યું હતું, જોકે ત્યાર પછી વાદળો વિખેરાઇ ગયા હતા.
વિંછીયામાં એક ઈચ
અહિં વિંછીયામાં આજે બપોરના 12 વાગ્યે વરસાદી ઝાપટુ પડી ગયુ હતું. બાદમાં બપોરના 3-30 વાગ્યે ધોધમાર વરસાદ પડી જતા અંદાજીત એક ઈચ જેટલુ પાણી પડી ગયુ હતું. આ વરસાદથી ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
મોરબી જીલ્લો
મોરબી જિલ્લામાં આજે ફરી મેઘસવારી આવી પહોંચી હતી. જેમાં આજે સાંજે 4 થી 6 દરમિયાન ટંકારામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે મોરબીમાં 8 મીમી વરસાદ પડ્યો હતો. અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળે છે.
મોરબી જિલ્લામાં આજે સાંજે 4 વાગ્યે મેઘરાજે ધીમી ધારે હેત વરસાવ્યુ હતું. જેમાં એકમાત્ર ટંકારામાં એક ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. આ અંગે અમારા ટંકારાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ ટંકારામાં એકાએક અનરાધાર એક ઈંચ વરસાદ.પડ્યો હતો. મોરબી જિલ્લા કંટ્રોલ રૂમે નોંધાયેલા આકડા મુજબ ટંકારામાં 21 મીમી, મોરબીમાં 8 મીમી, માળીયામાં બે મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે હળવદ અને વાંકાનેરમાં વરસાદ નોંધાયો ન હતો. હાલ વરસાદે વિરામ લીધો છે.
ડોળાસામાં 1 ઈચ
કોડીનાર તાલુકાના ડોળાસા અને આજુબાજુના ગામોમાં દીવસભર ધીમો ધીમો વરસાદ ચાલુ રહ્યો હતો. આ દરમ્યાન 21 મીમી વરસાદ પડી ગયો છે મૌસમનું કુલ વરસાદ 322 મીમી થયો છે.
બોટાદ
બોટાદમાં આજે સવારથી અસહ્ય બાફ અને ઉકળાટનું વાતાવરણ હતું. બપોરે 3 કલાકે વરસાદનું એક ઝાપટુ આવ્યું હતું.
જામ ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં મુશળધાર 53 ઈંચ વરસાદ વરસી ગયા બાદ ગઈકાલે મેઘ વિરામ રહ્યો હતો. આજે પણ દિવસ દરમિયાન ઉઘાડ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ બપોરે એક જોરદાર વરસાદી ઝાપટુ વરસી જતા માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. આજે દિવસ દરમિયાન અડધો ઈંચ (11 મીમી) પાણી વરસી ગયું છે. આ જ રીતે ભાણવડ તાલુકામાં પણ 8 મિલીમીટર વરસાદ વરસ્યો છે.

રિલેટેડ ન્યૂઝ