રાત્રિ કર્ફયુમાંથી મુક્તિ પરંતુ દુકાનો 8 વાગ્યા સુધી અને હોટેલ-રેસ્ટોરા 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

અનલોક-3ને લઈને ગાઈડલાઈન મુજબ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈની હાજરીમાં મળેલી બેઠકમાં નિર્ણયો લેવાયા

(જી.એન.એસ.) ગાંધીનગર,તા.૩૦
મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન ભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનલોક-૩ સંદૃર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડ લાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠક માં લેવાયેલા નિર્ણયો અનુસાર મુખ્યમંત્રી શ્રી એ રાજ્યમાં ૧ ઓગસ્ટ થી રાત્રી ક્રયુમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાની જાહેરાત કરી છે.રાજ્યમાં દૃુકાનો ૮ વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.કેન્દ્ર સરકાર ની માર્ગદૃર્શિકા અને એસઓપી મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર ૫મી ઓગસ્ટ થી ખોલી શકાશે. આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડ લાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે એમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું.
અત્રે જણાવવાનું કે ગઈ કાલે એટલે બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૩ની માર્ગદૃર્શિકા જાહેર કરવામાં આવી. જે મુજબ અનેક છૂટછાટ વધારાઈ છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા દિૃશા-નિર્દૃેશોમાં ૫ ઓગસ્ટથી જીમ ખોલવાની પરવાનગી આપી છે. સાથે જ સરકારે નાઇટ કર્યૂંને હટાવી દૃીધો છે. મેટ્રો, રેલ અને સિનેમાઘર પર પાબંધી યથાવત રહેશે. સરકારે કહૃાું કે સ્વતંત્રતા દિૃવસના કાર્યક્રમ સોશિયલ ડિસ્ટેિંંસગ સાથે યોજવામાં આવશે. આ ઉપરાંત અન્ય સ્વાસ્થ્ય પ્રોટોકોલનું પાલન કરવું પડશે. જેમ કે માસ્ક પહેરવું. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદૃેશોની સાથે વ્યાપક ચર્ચા કર્યા બાદૃ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્કૂલ કોલેજ અને કોિંંચગ સંસ્થા ૩૧ ઓગસ્ટ સુધી બંધ રહેશે.
વંદૃે ભારત મિશન હેઠળ સીમિત સંખ્યામાં આંતરરાષ્ટ્રીય હવાઇ યાત્રાને પરવાનગી આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ઉડાનોને લઇને સરકાર પછી નિર્ણય લેશે. કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ૩૧ ઓગસ્ટ સુધી લોકડાઉનનું કડકાઇપૂર્વક લાગૂ કરવાનું યથાવત રહેશે. નિર્માણ ગતિવિધિઓ ચાલશે પરંતુ સામાજિક અંતર અને માસ્કનું પાલન કરવું પડશે. આ ગાઇડલાઇન્સ તમામ જિલ્લા કલેક્ટરો અને રાજ્ય સરકારોની વેબસાઇટો પર જાહેર કરવામાં આવશે. મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વિિંમગ પૂલ, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેંબલી હોય પહેલાંની માફક બંધ રહેશે. સરકારે જે છૂટ આપી છે તે કંન્ટેનમેંટ ઝોનથી બહાર માટે આપી છે. કન્ટેનમેંટ ઝોનમાં પાબંધી યથાવત રહેશે.

રિલેટેડ ન્યૂઝ