ઓનલાઈન શિક્ષણ યોગ્ય વાલીઓને ફી ભરવામાં સરકાર મદદ કેમ નથી કરતી: ગુજરાત હાઈકોર્ટ

સરકારે આ મામલે યોગ્ય માળખું ઉભું કર્યું હોત તો આવા પ્રશ્ર્નો જ પેદા ન થયા હોત: હાઈકોર્ટની ટકોર

(જી.એન.એસ.) અમદૃાવાદૃ,તા.૩૦
મહામારી કોરોનાને કારણે હાલ રાજ્યની તમામ સ્કૂલો બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહૃાું છે. પરંતુ છેલ્લા થોડા સમયથી આ અંગે વિવાદૃ શરૂ થયો છે. ઓનલાઈન શિક્ષણ અંગે આજે ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કરતા કહૃાું કે, ઓનલાઇન શિક્ષણનો નિર્ણય યોગ્ય છે. વાલીઓને ફી ભરવામાં તકલીફ હોય તો રાજ્ય સરકાર કેમ મદૃદૃ નથી કરતી? સરકાર આ મામલે યોગ્ય માળખું ઉભું કરે તો આવા પ્રશ્ર્નો ના ઉપસ્થિત થાય. જ્યારે અરજદૃારે કહૃાું કે, સરકારનું વલણ શંકાસ્પદૃ છે.
કોર્ટે ફી મુદ્દે સરકારના વલણને પ્રથમ દૃર્શનીય રીતે ગેરવ્યાજબી ગણાવ્યું છે. આવતીકાલ કોર્ટ આ મામલે અંતિમ નિર્ણય લઈ શકે
છે. છેલ્લા એક મહિના કરતા
વધુ સમયથી રાજ્યના શાળા સંચાલકોએ ઓનલાઇન શિક્ષણના નામે વાલીઓ પાસે ફી લેવાનું શરૂ કર્યું હતું. આ મામલે અનેક વાલીઓએ સરકારમાં રજૂઆતો કરી હતી પરંતુ સરકાર પણ ચૂપ બેઠી હતી. જ્યારે વાલીઓ બિચારા બનીને સંચાલકોના દૃબાણમાં ફી અને ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરી હતી. શાળા સંચાલકો દ્વારા ફી માટે ભારે દૃબાણ થતા કેટલાક વાલીઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટમાં થયેલી આ અરજી પર સુનાવણી દૃરમિયાન રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે,
સરકાર કેન્દ્રીય વિભાગો તરફથી જાહેર થયેલી માર્ગદૃર્શિકાને અનુસરશે. વાસ્તવિક રીતે સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી કોઈ પણ સ્કૂલ ફી લઇ શકશે નહીં. પ્રાઇમરીમાં બાળકો માટે રીસેસ સાથેના બે સેશન રાખવા તાકીદૃ કરી છે. ત્યાર બાદૃ રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો હતો. સરકારના આ નિર્ણય બાદૃ ખાનગી સ્કૂલોએ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે સોમવારથી ઓનલાઇન શિક્ષણ ફરી શરૂ કરી દૃેવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદૃ ૨૭ જુલાઈથી ફરી ઓનલાઇન એજ્યુકેશન આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ