GTUના પરીક્ષાર્થીઓનો ડેટા લીક

એપ્લીકેશનમાં
અપલોડ કરેલ ડેટા વાયરલ થયા; જીટીયુની “વિશ્ર્વાસનીયતાનું ધોવાણ:
વિદ્યાર્થીઓમાં દેકારો

રાજકોટ તા,30
ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. (જીટીયુ) દ્વારા આજથી શરુ થયેલ ઓનલાઈન પરીક્ષા પૂર્વે ગત તા.29 દરમ્યાન લેવામાં આવેલ ટ્રાયલ ટેસ્ટ માટે પરીક્ષાર્થીઓ દ્વારા જીટીયુની એપ્લીકેશનમાં અપલોડ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ લીક થઇ જતા અને લીક ડેટા સાથેની લીન્ક સોશિયલ મિડીયામાં વાયરલ
થઇ જતા પરીક્ષાર્થીઓ અને વાલીઓમાં ભારે દેકારો મચી જવા પામેલ છે. જીટીયુની આબરુના હેકરોએ ભડાકા કરી નાંખ્યા છે. છતા આ અંગે જીટીયુના સતાધીશોએ મૌન ધારણ કરી લીધું છે.
જાણવા મળતી વિગતો મુજબ જીટીયુ દ્વારા ગત તા.27-28 દરમ્યાન પ્રિ-ટ્રાયલ એક્ઝામ લેવામાં આવી હતી. તેમાંથી જે છાત્રોએ તા.28મીએ પ્રિ-ટ્રાયલ એક્ઝામ આપેલ તે પૈકીના અનેક છાત્રોના ઓનલાઈન આઈ.ડી. તેમજ પાસવર્ડ ટેકનીકલ ક્ષતિના કારણે જનરેટ થઇ શકેલ નહીં. આવા છાત્રોએ ગઇકાલે તા.29મીએ પ્રિ-ટ્રાયલ એકઝામ આપી હતી. આવા 1200 જેટલા છાત્રોના ડેટા જીટીયુની એપ્લીકેશનમાંથી લીક થઇ ગયા છે અને એક લિન્ક મારફત સોશિયલ મિડીયામાં વાયરલ થઇ ગયા છે.
જીટીયુા પરિક્ષાર્થીઓનું કહેવું છે કે તા.29મીએ જેટલા છાત્રોએ પ્રિ-ટ્રાયલ ટેસ્ટ આપી છે તેજ છાત્રોના ડેટા લીક થયા છે જયારે તા.27-28મી જુલાઈએ પ્રિ-ટ્રાયલ ટેસ્ટ આપનાર કોઇ છાત્રોના ડેટા લીક થયાનું જણાતું નથી. ડેટા લીક સાથેની જે લીન્ક ફરી રહી છે તેમાં તા.29મીએ પ્રિ-ટ્રાયલ ટેસ્ટ આપનાર છાત્રોના જ ડેટા જ જોવા મળી રહયા છે.
ૠઝઞ ઉફફિં કયફસ નામે લિીં-યડ્ઢફળ-લશવિીંબ.શજ્ઞ/ાયિ-ભવયભસિિંફશહ-તિુંમયક્ષતિં/ લીન્ક ઉપર જીટીયુના પરિક્ષાર્થીઓ દ્વારા અપલોડ કરવામાં આવેલા ફોટા તેમજ આઈ.ડી. પ્રુફ સહિતના દસ્તાવેજો વાયરલ થયા હતા. ગઇકાલે રાતથી આ લીન્ક મારફત ડેટા લીક થયો હતો. પરીણામે છાત્રો અને વાલીઓમાં દેકારો મચી જતા અને જીટીયુમાં ફરીયાદો થતા આજે બપોરે 1:30 વાગ્યાથી ડેટા લીક કરનાર વેબસાઈટ બંધ થઇ ગઇ હતી.
સૌથી આશ્ર્ચર્યની વાત એ છે કે ઓનલાઈન પરીક્ષા માટે જીટીયુએ ખાસ એપ્લીકેશન લિીં-યડ્ઢફળ બનાવી છે અને પરીક્ષાર્થીએ આ એપ્લીકેશન ઉપર જ પોતાનો ફોટો, ઓળખપત્ર સહિતની વિગતો અપલોડ કરવાની હોય છે પરંતુ જીટીયુની આ એપ્લીકેશન ઉપરથી છાત્રોનો ડેટા કઇ રીતે લીક થયો? શું જીટીયુની વેબસાઈડ કે એપ્લીકેશન જ હેક થઇ ગઇ છે? તેવો પ્રશ્ર્ન ઉઠી રહ્યો છે.
લિીં-યડ્ઢફળના નામે ભળતી વેબસાઇટ તૈયાર કરીને 1200થી વિદ્યાર્થીઓના ડેટા લીક કરાયા છે. જેમાં સૌથી વધું વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. ડેટામાં વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ અને આઇડી પ્રૂફ જેવા કે ડ્રાઇવિંગ લાયસન્સ, આધારકાર્ડ, પાનકાર્ડ, કોલેજ આઇડી અને ચૂંટણીકાર્ડ સહિતના ઓળખ દર્શાવતા દસ્તાવેજો જોઇ શકાય છે. આ અંગે રજિસ્ટારનું એક નિવેદન બહાર આવ્યું છે કે અમે આ મામલે તપાસ કરી રહ્યાં છીએ. પેપર લીક થયું નથી પણ આ મામલે હવે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.
કોરોનાની મહામારી વચ્ચે આજથી જીટીયુની ઓનલાઇન પરીક્ષાનો પ્રારંભ થયો છે. ડિપ્લોમા, યુજી અને પીજીની આયોજીત પરીક્ષામાં કુલ 24 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. 3 ઓગસ્ટ સુધી એમઇ તેમજ એમફાર્મ સહિતના પીજી કોર્સની પરીક્ષા લેવામાં આવશે. જેમાં 1 હજાર 229 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
તો 4 ઓગસ્ટથી યુજીના ડિગ્રી ઇજનેરી અને ડિપ્લોમા ઇજનેરી સહિતના કોર્સની પરીક્ષા લેવાશે. જે અંતર્ગત ડિગ્રી કોર્સમાં 19 હજાર 700 અને ડિપ્લોમા કોર્સમાં 3 હજાર 477 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જો કોઇ વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાશે તો તેમના એકથી ચાર સેમેસ્ટર રદ્દ કરવા સુધીની સજા કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ