વાલીઓને ઝટકો: ફી ન વસૂલવાનો સરકારનો પરિપત્ર રદ કર્યો

પરિપત્રના બાકીના મુદાઓ યથાવત, વિગતવાર હુકમો હાઈકોર્ટ થોડા દિવસમાં જાહેર કરશે: અમે સ્કૂલ સંચાલકો સાથ સંવાદ કરેલો પણ તેઓ કોઈ નેગોસીએશન માટે તૈયાર નહોતા: સરકારનો બચાવ: અમે ખુલ્લા મનથી સરકાર સાથે વાટાઘાટો કરવા તૈયાર: શાળા સંચાલકો

હાઇકોર્ટના ચુકાદૃાન્ો સુપ્રિમ કોર્ટમાં પડકારાશે નહિ: શિક્ષણમંત્રી


રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રિંસહ ચુડાસમાએ નિવેદૃન આપ્યું છે કે, આજ રોજ નામદૃાર હાઈકોર્ટે રાજ્ય સરકા,વાલી મંડળ અને સંચાલક મંડળને સાંભળીને વચગાળાનો આદૃેશ કરતા જણાવ્યું છે કેશાળઆઓ ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલુ રાખે, રાજ્ય સરકારની ઓનલાઈન ભણાવવાની કામગીરીને નામદૃાર હાઈકોર્ટે બિરદૃાવી છે અને વિસ્તૃત ચૂકાદૃો બાકી રાખ્યો છે. હાઈકાર્ટે એમ પણ જણાવ્યું છે કે શાળામાં ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલુ રહેવું જોઈએ. નામદૃાર હાઈકોર્ટના વિસ્તૃત ચૂકાદૃો આવ્યા બાદૃ તેનો અભ્યાસ કરીને નામદૃાર હાઈકોર્ટના આદૃેશનું સરકાર સંપૂર્ણ પાલન કરશે. હાઇકોર્ટના ચુકાદૃાન્ો સુપ્રિમ કોર્ટમાં નહિ

પડકારાય.

શિક્ષણમંત્રી પોતાનું પદ બચાવવા સુપ્રીમમાં જઈ શકતા હોય તો વાલીઓ માટે કેમ નહીં?


સરકારની પીછેહઠથી વાલી મંડળમાં આક્રોશ


અમદાવાદ. ઓનલાઇન શિક્ષણની ફી મુદ્દે સરકારે કરેલા પરિપત્રને આજે હાઇકોર્ટે રદ કરીને શાળા સંચાલકોને ફી લેવા માટેની છૂટ આપી છે. આનાથી ગુજરાતના શિક્ષણ વિભાગ અને ખાનગી શાળા સંચાલકો વચ્ચે નો વધુ એક વિવાદ સર્જાયો છે. ગુજરાતના દોઢ કરોડથી વધુ વાલીઓ અને અખિલ ગુજરાત વાલી મંડળના પ્રમુખની માગણી છે કે શિક્ષણમંત્રી પોતાનું ધારાસભ્ય પદ બચાવવા છેક સુપ્રીમ કોર્ટમાં જઇ શકતા હોય તો વાલીઓના હિતમાં કેમ નહીં? તેમની માગણી છે કે શિક્ષણ વિભાગે છેક સુપ્રીમ કોર્ટ સુધી ખાનગી સંચાલકો સામે લડી લેવું જોઈએ.
વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને ખાનગી શાળા સંચાલકોએ વાલીઓના હિતમાં ફીનો મુદ્દો તાત્કાલિક અસરથી ઉકેલવો જોઈએ ખાસ કરીને ઓનલાઇન શિક્ષણની ફી લેવી હિતાવહ નથી, જેથી સંચાલકોએ પણ આ ફી હાલ પુરતી બંધ કરવી જરૂરી છે.

ચુકાદૃા બાદૃ કોંગ્રેસે સરકારને સુપ્રિમમાં જવાનો પડકાર ફેંક્યો


શાળાઓ અને સરકાર વચ્ચે ફીના વિવાદૃમાં હાઇકોર્ટે ચૂકાદૃો આપ્યા બાદૃ કોંગ્રેસે ફરી ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. જેમાં કોંગ્રેસના પ્રવક્તા મનિષ દૃોશીએ રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટમાં જવાનો પડકાર ફેંક્યો છે. મનિષ દૃોશીએ જણાવ્યું કે જો સરકાર વાલીઓનું હિત ઇચ્છતી હોય અને જો સરકાર શાળા સંચાલકોના દૃબાણમાં ન હોય તો તે સુપ્રીમ કોર્ટમાં જાય. સામાન્ય બાબતોમાં સુપ્રીમ કોર્ટ દૃોડી જતી સરકાર આ મામલે પણ સુપ્રીમમાં જાય તેમ મનિષ દૃોશીએ જણાવ્યું.

(જી.એન.એસ.)અમદૃાવાદૃ,તા.૩૧
ગુજરાત સરકારે થોડા દિૃવસ પહેલા જ રાજ્યની ખાનગી સ્કૂલોને ફી માફ કરવા આદૃેશ આપ્યો હતો. સ્કૂલો રાબેતા મુજબ શરૂ ન થાય ત્યાં સુધી ફી વસૂલવા પર પ્રતિબંધ લગાવી દૃીધો હતો. આ અંગે સ્કૂલ સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી સંદૃર્ભે આજે ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદૃો આપ્યો છે. તેમજ ફી મુદ્દે રાજ્ય સરકારનો પરિપત્ર હાઇકોર્ટે રદ્દ કરી દૃીધો છે. પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટ યથાવત રાખશે. વિગતવાર હુકમ થોડા દિૃવસોમાં કોર્ટ જારી કરશે.
હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની બેન્ચે આ ચુકાદૃો આપ્યો છે. સ્વ નિર્ભર શાળા સંચાલકો તરફથી કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકાર વાસ્તવિક શાળા શરૂ ના થાય ત્યાં સુધી ફી વસુલવી નહીં એવો ઠરાવ બહાર પાડી શકે નહીં.
આ ઠરાવ કાયદૃાથી વિપરીત છે. કોર્ટે કહૃાું, વાલીઓની સમસ્યા, શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૂરી છે. રાજ્ય સરકારે કહૃાું, અમે શાળા સંચાલકો સાથે સંવાદૃ કર્યો, પણ શાળા સંચાલકો કોઈ જાતના નેગોસિયેશન માટે તૈયાર નહોતા. કોર્ટે કહૃાું, શાળા સંચાલકો પણ અમારી સામે છે જ એમનો કેસ લઈને. અમે જરૂરી નિર્દૃેશ આપીશું. વાટાઘાટો રિઝનેબલ હોવી જોઈએ.
શાળા સંચાલકોએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે અમે રાજ્ય સરકાર સમક્ષ ફરી વાટાઘાટો માટે તૈયાર છીએ. ખુલ્લા મન અને ખુલ્લા હૃાદૃય થી વાટાઘાટો કરીશું. એડવોકેટ જનરલે કહૃાું, કોર્ટે આ સ્ટેટમેન્ટ પોતાના હુકમમાં ટાંકવું જોઈએ, કરણ કે અગાઉની વાટાઘાટોમાં ખુલ્લા મન દૃેખાયા નહોતા. ફી મુદ્દે રાજ્ય સરકારનો પરિપત્ર હાઇકોર્ટે રદ્દ કર્યો છે. પરિપત્રના બાકી મુદ્દાઓ કોર્ટ યથાવત રાખશે. વિગતવાર હુકમ થોડા દિૃવસોમાં કોર્ટ જારી કરશે. કોર્ટે શાળા સંચાલકોને કહૃાું, ભણાવાનું ચાલુ રાખો, અમે સંતુલન બનાવવા મુદ્દે હુકમમાં નોંધ કરીશું.
પક્ષકારના વકીલ રાહીલ જૈને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વાસ્તવિક શાળા શરૂ ના થાય ત્યાં સુધી ફી વસુલવી નહીં એવો ઠરાવ બહાર પાડી શકે નહીં. આ ઠરાવ કાયદૃાથી વિપરીત હોવાની શાળા સંચાલકોની રજૂઆત હતી. હાઈકોર્ટ શાળા સંચાલકોને કહૃાું કે ભણાવાનું ચાલુ રાખો, અમે સંતુલન બનાવવા મુદ્દે હુકમમાં નોંધ કરીશું. વાલીઓની સમસ્યા, શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૂરી છે. હાઈકોર્ટે સંચાલકો સાથે સંવાદૃ કર્યો પણ શાળા સંચાલકો કોઈ જાતના નેગોસિએશન માટે તૈયાર નહોતા.

રિલેટેડ ન્યૂઝ