પંજાબમાં લઠ્ઠાકાંડ: ઝેરી દારૂ પીવાથી ર6 નશાખોર મોતની નીંદમાં સૂઈ ગયા

અમૃતસર, તરણતારણ, બટાલા જિલ્લામાં લઠ્ઠાકાંડ સર્જાયા સીએમ અમરિન્દરસિંહે તપાસ માટે સીટનું ગઠન કર્યું

ચંદૃીગઢ, તા. ૩૧
દૃેશના વિવિધ રાજ્યોમાં વારંવાર ઝેરીલી શરાબ પીવાની ઘટનામાં નિર્દૃોષ લોકોના મોત થયા છે. નશાની સમસ્યાને કારણે લાંબા સમયથી ઝઝૂમી રહેલા પંજાબમાં ઝેરી દૃારૂ પીવાને કારણે ૨૬ લોકોના મોત થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, પંજાબના ત્રણ જિલ્લા અમૃતસર, તરણતારણ અને બટાલામાં ઝેરી દૃારૂ પીવાને કારણે લોકોના મોત થયા છે. કેપ્ટન અમિંરદૃર િંસહે તાત્કાલિક કાર્યવાહી કરતા મજિસ્ટ્રેટ તપાસના આદૃેશ આપ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, બટાલા જિલ્લામાં પાંચ લોકોના મોત થયા છે અને એકની હાલત ગંભીર છે. કેપ્ટન અમિંરદૃર િંસહે તપાસ માટે જે એસઆઈટીનું ગઠન કર્યું છે તે આ ઘટનાની તપાસ કરશે. આ સાથે જ તેની પાછળના મુખ્ય કારણોની પણ તપાસ કરશે.
મુખ્યમંત્રી કેપ્ટન અમિંરદૃર િંસહે તપાસ વહેલી તકે પૂરી થાય તે માટે ટીમને સંપૂર્ણ છૂટ આપી છે. આ સાથે મુખ્યમંત્રીએ સ્પષ્ટતા રીતે જણાવ્યું છે કે, આ મામલે જે કોઈપણ વ્યક્તિને દૃોષિ જાહેર કરવામાં આવશે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ