સુશાંતને કોઈ જ ડિપ્રેસન નહોતું એકટરના રસોયાનો મોટો ધડાકો

મેં કયારેય તેને ડિપ્રેસનની દવા લેતો નહોતો જોયો: કૂક3

રિયાએ રડતા રડતા રિએકશન આપ્યું, ભગવાન પર વિશ્ર્વાસ ન્યાય થશે
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં રોજ નવા નવા ટ્વિસ્ટ આવતા રહે છે. સુશાંતના પિતા કે કે સિંહે પટનામાં રિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદ બાદ પહેલી જ વાર રિયા ચક્રવર્તીની પ્રતિક્રિયા સામે આવી છે. રિયાએ એક વીડિયોમાં પોતાની વાત કહી હતી. રિયાએ વીડિયોમાં કહ્યું હતું, મને ભગવાન તથા ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે. હું માનું છું કે મારી સાથે ન્યાય થશે. મીડિયામાં મારી વિરુદ્ધ બહુ જ ભયાનક વાતો થઈ રહી છે. જોકે, વકીલની સલાહને કારણે હું આ મુદ્દે કોઈ જ કમેન્ટ કરતી નથી.
સત્યમેવ જયતે, સત્ય સામે આવશે. ઈગગ ન્યૂઝ 18ના સોર્સના જણાવ્યા મુજબ બિહાર પોલીસ મહેશ શેટ્ટીના ખુલાસા બાદ તેને પ્રાઈમ વિટનેસ બનાવી રહી છે. મહેશે જણાવ્યું હતું કે તેણે સુશાંતને તેના પરિવાર સાથે વાત કરવાની સલાહ આપી હતી પણ એક્ટરે કહ્યું હતું કે રિયા તેને આવું કરવા દેશે નહીં. સુશાંતે મહેશને એવું પણ કહ્યું કે રિયા સતત તેનો ફોન ચેક કરતી રહે છે. ઉપરાંત રિયા અને તેની માતા ઇચ્છતા હતા કે તે તેની આખી ટીમ બદલી લે પણ આનાથી સુશાંત ખુશ નહોતો. સુશાંત સિંહ રાજપૂતની બહેન મિતુ સિંહે બિહાર પોલીસને સ્ટેટમેન્ટ આપ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મિતુએ બિહાર પોલીસને એવું જણાવ્યું કે રિયાએ સુશાંતને પૂરી રીતે કંટ્રોલમાં કરી લીધો હતો અને ભૂત-પ્રેતની સ્ટોરી કહીને તેને ડરાવીને ઘર પણ બદલાવ્યું. તેની મંજૂરી મળ્યા બાદ જ સુશાંત તેના ઘરના લોકો સાથે વાત કરી શકતો હતો.

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ: તા.31
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં કોઈ નવો મોડ રોજ આવે છે. ત્યારે હવે કંઈક હટકે વાત સામે આવી રહી છે. પહેલાંથી જ રિયા ચર્ચામાં છે. કારણ કે સુશાંતના પિતાએ બિહારમાં રિયા વિરુદ્ધ કેસ દાખલ કરીને મોટા મોટા ગંભીર આરોપો નાંખ્યા છે. ત્યારબાદથી સોશિયલ મીડિયા પર પણ સુશાંતના ન્યાય માટે રિયાની પુરી રીતે તપાસ કરવાની માંગ વધારે ઉઠી રહી છે.
હવે એક ચેનલ સાથે સુશાંતના રસોયાએ અશોક કુમાર ખાસુએ વાત કરીને મોટો ધડાકો કર્યો છે. ઈન્ટરવ્યૂમાં અશોકે સુશાંત સાથે જોડાયેલી ઘણી નવી નવી વાતો કરી છે. રિયા ચક્રવર્તીને લઈને પણ ભાંડો ફોડ્યો છે. અત્યારે એક સમાચાર ખૂબ ચગી રહ્યા છે કે સુશાંત ડિપ્રેશનમાં હતો. આ વાતને લઈ ઘણા વિવાદ ચાલી રહ્યા છે. આ સવાલ પર એક્ટરના કૂકે સ્પષ્ટ કહ્યું છે
કે સુશાંતે ક્યારેય કોઈ ડિપ્રેસનની દવા તેની સામે લીધી નથી. તે કહે છે- જ્યાં સુધી હું સુશાંત સર સાથે હતો, ત્યાં સુધી તેણે ડિપ્રેસનની કોઈ જ દવા લીધી ન હતી. જે લોકો કહી રહ્યા છે, તેઓને પૂછવું જોઈએ કે આ ડિપ્રેસન ક્યાંથી આવ્યું છે?
સુશાંતનાબોલિવૂડ કરિયર વિશે પણ અનેક પ્રકારની અટકળો સામે આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા એક વર્ષથી અભિનેતા પાસે કામ ઓછું હતું. પરંતુ સુશાંતના રસોયો કંઈક અલગ જ કહે છે. તેમના કહેવા પ્રમાણે સુશાંત હંમેશા વ્યસ્ત રહેતો હતો. કૂક કહે છે- સુશાંત સરનો ક્યારેય કોઈ સાથે ઝઘડો નહોતો થયો. એવું નહોતું થયું કે તેની પાસે કોઈ કામ નહોતું. તે સતત ફિલ્મો કરતા હતા. તેણે કહ્યું હતું કે તે દિલ બેચારા પછી બ્રેક પર હતો કારણ કે તે સતત કામ કરતો હતો.
અશોકના કહેવા મુજબ તેના ગયા પછી તેનો જ કોઈ જાણકાર કોઈ બીજો રસોયો સુશાંત સાથે કામ કરતો હતો. પરંતુ રિયા ચક્રવર્તી ઇચ્છતી હતી કે એ રસોયો સુશાંતને ત્યાં કામ કરવાનું છોડી દે. એના વિશે વાત કરતાં અશોક કહે છે- એ છોકરો મને કહેતો હતો કે રિયા ઇચ્છે છે કે હું સુશાંતને ત્યાં કામ કરવાનું છોડી દઉં. પરંતુ મેં કહી દીધું હતું કે, સુશાંત કાંઈ કહે નહીં ત્યાં સુધી કામ છોડતો નહીં.
અભિનેતાના કૂકે એવી પણ માહિતી આપી છે કે, રિયા ચક્રવર્તી પહેલાં સુશાંતને કીર્તિ ખારબંદા પણ મળવા આવતી હતી. તો વળી એ પણ માહિતી પ્રકાશમાં આવી છે કે સુશાંતની દિલ્હીની બહેન પણ લાંબા સમયથી સુશાંત સાથે રહેતી હતી. ઉલ્લેખનીય છે કે અશોક સુશાંતનો ખૂબ જ નજીકનો રસોયો માનવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ