સાંસદોના પગાર 30 ટકા કપાશે

લોકસભામાં સાંસદોના પગાર, ભથ્થા અને પેન્શન (સુધારા) બિલ-2020 પાસ

બચેલી રકમ કોરોના લડતમાં ખર્ચાશે
સાંસદોનું વેતન ઓછું કરવાની જોગવાઈવાળું બિલ પણ સંસદમાં રજૂ કરાયું છે. આ માટે સરકાર પહેલાંથી અધ્યાદેશ લાવી ચૂકી છે, જે અનુસાર એક એપ્રિલ 2020થી એક વર્ષ સુધી સાંસદોનો પગાર 30 ટકા ઓછો કરી દીધો છે.
બચેલી રકમનો ઉપયોગ કોરોના મહામારી સામે લડવા માટે કરાશે.બંધારણની કલમ-રની પેટા કલમ 8 મુજબ સાંસદને સસદીત ક્ષેત્રનું ભથ્થુ મળે છે.
ભથ્થા અને સસંસ સભ્યના પેન્શન ધારા 1954 કલમ 30 અન્વયે 1 એપ્રિલ 2020 થી માર્ચ 31 2021 સુધી સાંસદોને 49000 રૂ. મળશે. 60000 રૂ.ના કાર્યાલય ખર્ચના બદલે અગાઉ 200000 બદલે 14000 મળશે. 40 હજારની રકમમાંથી કોઇ કાપ મુકવામાં ન આવ્યું હોવાનું મતલબએ છે કે સાસંદ તેમના વ્યકિગત સચિવ રાખી શકશે રાજય સભા અને લોકસભાના અઘ્યક્ષએ સંયુકત સમીતીના આ પ્રસ્તાવ માન્ય રાખીને તેનો અમલ 1લી એપ્રિલ થી કરવાનો હુકમ કર્યો છે.

સંસદના પગાર, ભથ્થા અને પેન્શન (સુધારો) બિલ, 2020 ના સભ્યોને લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સાંસદોને એક વર્ષ સુધી 30 ટકા પગાર કપાઈને મળશે. મોટાભાગના સાંસદોએ આ બિલને ટેકો આપ્યો હતો, પરંતુ તેમની માંગ હતી કે સરકારે સાંસદના ભંડોળમાં ઘટાડો ન કરવો જોઇએ. લોકસભામાં બિલ અંગેની ચર્ચા દરમિયાન કેટલાક સાંસદો હતા જેમણે કહ્યું હતું કે સરકારે અમારો સંપૂર્ણ પગાર લેવો જોઈએ, પરંતુ સાંસદનું ભંડોળ સંપૂર્ણ રીતે મળવું જોઈએ. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું કે સરકારે અમારો સંપૂર્ણ પગાર લેવો જોઈએ, કોઈ સાંસદ તેનો વિરોધ નહીં કરે. પરંતુ સાંસદ ભંડોળ સંપૂર્ણ રીતે મળવું જોઈએ. જેથી અમે લોકોના હિત માટે કામ કરી શકીએ. ટીએમસીના સાંસદ સૌગતા રોયે કહ્યું કે તમે સાંસદોથી જેટલા પૈસા લઈ શકો છો. તમે અમારું સંપૂર્ણ પગાર લઈ શકો છો. પરંતુ સાંસદો ભંડોળ આપી દો. અમે ફક્ત આની સહાયથી અમારા ક્ષેત્રોમાં કામ કરીએ છીએ. વડા પ્રધાન મોદી પાસે 303 સાંસદ છે, તો શું આનો અર્થ એ છે કે બાકીના સાંસદોનું કોઈ મહત્વ નથી.

રિલેટેડ ન્યૂઝ