ગુજરાતનાં તમામ MLAના કોરોના ટેસ્ટ કરાશે: અધ્યક્ષ

કોરોનાના કારણે બેઠક વ્યવસ્થામાં પણ ફેરફાર: 171માંથી 92MLA નીચે બેસશે અને 79 ગેલેરીમાં !

આ વર્ષે શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ પણ આપવામાં આવનાર છે. ત્યારે આ શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ માટે એક બેઠક થશે. ૨ ધારાસભ્યોને ગુજરાતમાં પ્રથમવાર એવોર્ડ અપાશે. તેઓને ૧૧૦૦ ગ્રામ ચાંદૃીની પ્લેટ અપાશે.
સત્રના અંતિમ દિૃવસે વિધાનસભામાં અંદૃર જ એવોર્ડ અપાશે. સત્ર શરૂ થતાં પહેલાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક ૧૮ સપ્ટેમ્બરના રોજ મળશે.
મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી વિપક્ષના નેતા સહિતના સભ્યો તેમાં હાજર રહેશે. સામાન્ય કાળમાં જ તમામ ૈંછજી અધિકારીઓને જવાબદૃારી સોંપાઈ છે. સમયના અભાવે પ્રશ્ર્નોત્તરી કાળ રાખવામાં આવ્યો નથી. ૫ દિૃવસ માટે એક જ વાર કોરોના ટેસ્ટ માન્ય રહેશે.

(જી.એન.એસ.) ગાંધીનગર,તા.૧૫
ગાંધીનગરમા હવે થોડા દિૃવસોમાં ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહૃાું છે. ત્યારે પહેલી વાર કોઈ પણ મંત્રીના મુલાકાતીને પ્રવેશ નહિ અપાય. આ વિશે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદૃીએ જણાવ્યું કે, ૨૧ થી ૨૫ સપ્ટેમ્બર દૃરમિયાન ચોમાસુ સત્ર મળી રહૃાું છે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે, વિશિષ્ટ સંજોગો છે. ત્યારે આ વખતે વિધાનસભામાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૭૧ ધારાસભ્ય છે. જેમાથી ૯૨ ધારાસભ્ય નીચે હશે. તો ૭૯ ધારાસભ્યોને ગેલેરીમાં સ્થાન અપાશે. તેઓએ વધુમાં કહૃાું કે, કોવિડ મહામારીમાં આ સત્ર થઈ રહૃાું છે ત્યારે કાળજી રાખવી જરૂરી છે. આ વખતે કોઈ પણ લોકો વિધાનસભા જોવા નહિ આવી શકે. એવા સંજોગોમાં મુલાકાતીઓને સ્પીકર ગેલેરી મનાઈ ફરમાવાઈ છે.
સત્ર પહેલા તમામ ધારાસભ્યના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. ધારાસભ્યો પક્ષની બેઠકમાં હાજર ન રહે તો પ્રથમ દિૃવસે ૧ કલાક પહેલાં આવી ટેસ્ટ કરવી શકશે. તો સાથે જ ધારાસભ્યો તેમના વિસ્તારમાં કોવિડનો ટેસ્ટ કરવી સર્ટિફિકેટ લઈને આવી શકશે. આ ઉપરાંત વિધાનસભામાં ધારાસભ્યના સામૂહિક ટેસ્ટ બાબતે પણ તૈયારી કરી છે. અધિકારી દૃીર્ઘામાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. બેઠક વ્યવસ્થા માટે ધારાસભ્ય વહેલા આવી જોઈ શકશે. એટલુ જ નહિ, ધારાસભ્યોના ડ્રાઈવર કે અન્ય કોઈ અંગત વ્યક્તિને પણ અંદૃર પ્રવેશ નહિ અપાય. ૨ અલગ અલગ દ્વારમા પ્રવેશ થઈ શકશે. અધિકારીઓ ધારાસભ્ય અને પત્રકારોને જ પ્રવેશ મળશે. વિધાનસભામાં અંદૃર ૨૫ પત્રકારો બેસી શકશે. પત્રકારો માટે અલગ વ્યવસ્થા કરી છે, જેની જવાબદૃારી માહિતી વિભાગને સોંપાઈ છે.

રિલેટેડ ન્યૂઝ