ચીન સાથે કોઇ સમાધાન થયું નથી: LSમાં રક્ષામંત્રી

હાલની સ્થિતિમાં સંવેદનશીલ મુદ્દા સામેલ છે એટલે વધારે ખુલાસો નહીં કરૂં

(પ્રતિનિધિ દ્વારા)
નવીદિલ્હી, તા.15
કોરોના વચ્ચે સંસદના પ્રથમ સત્ર (મોન્સૂન)ના આજે બીજા દિવસે રક્ષામંત્રી રાજનાથ સિંહ ચીન સાથેના સરહદ વિવાદ મુદ્દે લોકસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશવાસીઓ પોતાના વીર જવાનો સાથે છે. મેં લદાખ જઈને આપણા શૂરવીરો સાથે સમય વિતાવ્યો છે અને તમને એ જણાવવા માગું છું કે મેં તેમનાં સાહસ અને શૌર્યને અનુભવ્યાં છે. કર્નલ અને તેમના વીર સાથીઓએ પોતાનું બલિદાન આપ્યું છે.
સદન જાણે છે કે ભારત-ચીનની સરહદનો પ્રશ્ન હજુ ઉકેલાયો નથી. ભારત-ચીનની સરહદનું ટ્રેડિશનલ એલાયનમેન્ટ ચીન માનતું નથી. બન્ને દેશ ભૌગોલિક સ્થિતિઓથી અવગત છે. ચીન માને છે કે ઈતિહાસમાં જે નક્કી થયું એ વિશે બન્ને દેશની અલગ-અલગ વ્યાખ્યા છે. બન્ને દેશો વચ્ચે સમાધાન નીકળી શક્યું નથી.
લદાખના વિસ્તારો ઉપરાંત ચીન અરુણાચલ પ્રદેશની સરહદથી 90 હજાર વર્ગ કિલોમીટર વિસ્તારને પોતાનો બતાવ્યો છે. સરહદનો વિવાદ જટિલ મુદ્દો છે. એમાં ધીરજની જરૂરિઆત છે. શાંતિપૂર્ણ વાતચીતથી સમાધાન નીકળવું જોઈએ. બન્ને દેશે માની લીધું છે કે સરહદ ઉપર શાંતિ જરૂરી છે.
રાજનાથ સિંહે કહ્યું હતું કે બન્ને દેશ વચ્ચે ઘણા પ્રોટોકોલ છે. બન્ને દેશે માન્યું છે કે કઅઈ પર શાંતિ જાળવવી જોઈએ. કઅઈ પર કોઈપણ પ્રકારની ગંભીર સ્થિતિની બન્ને દેશના સંબંધો પર ગંભીર અસર પડશે. છેલ્લી સમજૂતીમાં એ ઉલ્લેખ છે કે બન્ને દેશ કઅઈ પર ઓછામાં ઓછી સેના રાખશે અને જ્યાં સુધી સરહદ વિવાદનું સમાધાન ન નીકળે ત્યાં સુધી કઅઈનું સન્માન કરશે. 1990થી 2003 સુધી બન્ને દેશે કઅઈને લઈને પરસ્પર સમજૂતી સ્થાપવાની કોશિશ કરી. પરંતુ ચીને એનાથી આગળ સહમતી દેખાડી નહોતી. એને કારણે કઅઈને લઈને મતભેદ છે.
હું એ પણ જણાવવા માગું છું કે સરકારની વિભિન્ન ઈન્ટેલિજન્સ એજન્સીઓ વચ્ચે સંકલન છે. ટેક્નિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સને ભેગા કરાયા છે. પછી સશસ્ત્ર દળોને એ માહિતી પૂરી પડાય છે.
હું સદનને વિશ્વાસ અપાવવા માગું છું કે આપણી સેના પડકારનો સામનો કરશે. અમને સેના પર ગર્વ છે. હાલની સ્થિતિમાં સંવેદનશીલ મુદ્દા સામેલ છે એટલે વધારે ખુલાસો નહીં કરી શકું.

ચીનને હરાવી ભારતનીUNનીECOSOCમાં વટભેર એન્ટ્રી

ચીનને અડધા મત પણ ન મળ્યા !

(જી.એન.એસ.) સંયુક્ત રાષ્ટ્રસંઘ,તા.૧૫
ભારતે ચીનને મોટો ઝટકો આપ્યો છે. ચીનની પછાડીને ભારતની આર્થિક અને સામાજિક પરિષદૃની સંસ્થા યુનાઈટેડ નેશનના કમિશન ઓફ સ્ટેટસ ઓફ વુમનના સભ્ય તરીકે પસંદૃગી થઈ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી એસ મૂર્તિએ આ જાણકારી આપી છે.
ટીએસ મૂર્તિએ કહૃાું કે, પ્રતિષ્ઠિત ઈર્ઝ્રંર્જીંઝ્ર શાખામાં ભારતે સીટ જીતી છે. ભારતની કમિશન ઓન ધ સ્ટેટસ ઓફ વુમનના સભ્ય તરીકે પસંદૃગી થઈ છે. જે આપણા તમામ પ્રયત્નોમાં લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે આપણી પ્રતિબદ્ધતાનું એક મહત્વપૂર્ણ સમર્થન છે. અમે સભ્ય દૃેશોનો તેમના સમર્થન માટે આભાર માનીએ છીએ.
ભારત, અફઘાનિસ્તાન અને ચીને કમિશન ઓફ સ્ટેટસ ઓફ વુમન માટે ચૂંટણી લડી હતી. જેમાં ભારત અને અફઘાનિસ્તાને ૫૪ સભ્યો સાથે મતદૃાનમાં જીત મેળવી. જ્યારે ચીને સજ્જડ હારનો સામનો કરવાનો આવ્યો. ચીનને અડધા વોટ પણ મળ્યા ન હતા બેઈિંજગ વર્લ્ડ કોન્ફરન્સ ઓફ વુમન (૧૯૯૫)ની આ વર્ષે ૨૫મી વર્ષગાઠ છે. આ અવસરે ચીને ભારતના હાથે હારનો સામનો કરવાનો વારો આવ્યો.
આ સાથે જ હવે ભારત ચાર વર્ષ માટે આ આયોગનો સભ્ય રહેશે. વર્ષ ૨૦૨૧થી લઈને ૨૦૨૫ સુધી ભારત યુનાઈટેડ નેશનના કમિશન ઓન સ્ટેટસ ઓફ ધ વુમનનું સભ્ય રહેશે.

રિલેટેડ ન્યૂઝ