ગોધરાથી ઝડપાયો ના-પાક જાસુસ

દેખાડા ખાતર રિક્ષા ચલાવતો ઇમરાન ગિતેલી પાકિસ્તાનની ISIનો એજન્ટ નીકળ્યો !

(જી.એન.એસ.) ગોધરા,તા.૧૫
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ટીમે ગોધરામાંથી પાકિસ્તાની જાસૂસને સોમવારે મોડી રાત્રે ઝડપી પાડ્યો છે. એનઆઈએની ટીમે પાકિસ્તાની જાસૂસ ઇમરાન ગિતેલીની પૂછપરછ શરૂ કરી દૃીધી છે. ઇમરાન ગિતેલી વિશાખાપટ્ટનમ જાસૂસી કેસનો પણ મુખ્ય આરોપી હોવાનું બહાર આવ્યું છે. પાકિસ્તાન માટે જાસૂસ કરતો ૩૭ વર્ષીય ઇમરાન ગિતેલી મૂળ ગોધરાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને તે પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો. આ અંગે માહિતી મળતાં એનઆઈએની ટીમ ગોધરા ખાતે પહોંચી ગઈ હતી અને સ્થાનિક પોલીસની મદૃદૃ લઈને જાસૂસ ઇમરાન ગિતેલીને ઝડપી પાડ્યો હતો. તે પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈ માટે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ઇમરાન યાકુબ ગિતેલી ગોધરાનો રિક્ષાચાલક છે અને તેનાં સગાં પાકિસ્તામાં જ રહેતાં હોવાનું જાણવા મળ્યું છે.
એનઆઈએના જણાવ્યા મુજબ, આ મામલો એક આંતરરાષ્ટ્રીય જાસૂસી રેકેટનો છે, જેમાં પાકિસ્તાનમાંથી ભારતમાં એજન્ટોની ભરતી કરવામાં આવે છે, જેનું કામ ભારતીય નૌસેનાનાં જહાજો અને પનડુબ્બીઓની આવનજાવન અને રક્ષા પ્રતિષ્ઠાનોનાં લોકેશન સંદૃર્ભે સંવેદૃનશીલ અને વર્ગીકૃત જાણકારી ભેગી કરવાનું હોય છે અને તમામ માહિતીને પાકિસ્તાનમાં મોકલવામાં આવે છે. એનઆઈએએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે. દૃેશની સુરક્ષાને લગતી મહત્વની ગણાતી વિગતો પાકિસ્તાનના આઈએસઆઈને આપવામાં આવી હતી. જેને બદૃલામાં એસોસિયેટ બેંક એકાઉન્ટ થકી રૂપિયા પહોંચાડવામાં આવ્યા હતા. આ મામલે ૧૫ જૂને એનઆઈએએ ૧૪ આરોપીઓ સામે ચાર્જશિટ દૃાખલ કરી હતી.
જાસૂસી ષડયંત્રમાં ઇમરાન ગિતેલીની મહત્વની ભૂમિકા સામે આવી હતી. ઇમરાન ગિતેલી રીક્ષા ચલાવવાની સાથે પાકિસ્તાન સાથે કાપડનો પણ વેપાર કરતો હતો. તેણે સંવેદૃનશિલ અને વર્ગીકૃત માહિતીના બદૃલામાં તેને ભારતીય નેવીના વ્યક્તિઓના બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્ફસર કર્યાં હોવાનું ખુલ્યું છે. એનઆઈએની ટીમે ઇમરાન ગિલેતીના ઘરે સર્ચ કરીને ડિજીટલ ડિવાઇઝ અને મહત્વના દૃસ્તાવેજો કબજે કર્યાં છે અને વધુ તપાસ માટે તેને હેદૃરાબાદૃ લઇ જવાયો હોવાનું જાણવા મળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ