મુંબઇ જળબંબોળ, જનજીવન અસ્તવ્યસ્ત, રેડ એલર્ટ જારી

તેલંગાણા અને આંધ્રમાં પણ ભારે ખાનાખરાબી
વડાપ્રધાન પૂરપીડિત રાજયોનાં CMના સતત સંપર્કમાં

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
મુંબઈ,તા.૧૫
તેલંગાણાના પાટનગર હૈદૃરાબાદૃમાં બુધવારે ભારે વરસાદૃના કારણે ઊભી થયેલી પૂર જેવી પરિસ્થિતિના વીડિયો અને તસવીરો સામે આવી હતી. બુધવારે તેલંગાણા, આંધ્ર પ્રદૃેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વરસાદૃના કારણે બનેલી અલગ-અલગ ઘટનાઓમાં ૩૧ લોકોનાં મોત થયા છે. તેલંગાણાની સાથે જ હવે મહારાષ્ટ્રના અનેક હિસ્સાઓમાં વરસાદૃે કહેર ફેલાવાનું શરૂ કરી દૃીધું છે. મુંબઈ અને પુણેમાં બુધવારની આખી રાત વરસાદૃ પડ્યો. ગુરુવારે મુંબઈ સહિત અન્ય શહેરો માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઇમાં બુધવાર રાત્રે પડેલા ભારે વરસાદૃને કારણે સાયન પોલીસ સ્ટેશન અને િંકગ્સ સર્કલની પાસે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા. તેની સાથે જ મુંબઈના ભાયખલા, હિન્દૃમાતા, કુર્લા સહિતના અનેક વિસ્તારોમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે આજે મુંબઈમાં ભારે વરસાદૃનું અલર્ટ જાહેર કર્યું છે. બુધવારથી મહારાષ્ટ્રના મુંબઈ અને થાણે સહિત બીજા વિસ્તારોમાં વરસાદૃ શરૂ થઈ ગયો છે. ગુરૂવારે ઉત્તર કોંકણની સાથે મુંબઈ અને થાણે માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે કોંકણ અને ગોવાના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદૃ પડી શકે છે. કર્ણાટકના દૃરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદૃની આગાહી છે. મધ્ય મહારાષ્ટ્ર, દૃક્ષિણ ગુજરાતમાં પણ વરસાદૃની આગાહી કરવામાં આવી છે. કહેવામાં આવી રહૃાું છે કે સિસ્ટમ સેન્ટરની આસપાસ અને મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને તેની નજીકના ઉત્તર કર્ણાટકમાં આગામી ૧૨ કલાક દૃરમિયાન પવન ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી ફુંકાવાની શક્યતા છે અને બાદૃમાં તેની ઝડપ ૫૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. આઈએમડી અનુસાર મહારાષ્ટ્ર અને દૃક્ષિણ ગુજરાતના દૃરિયાકાંઠા વિસ્તારોમાં પવન ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાઈ શકે છે. ૧૬ ઓક્ટોબરની સાંજે તે વધીને ૬૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. વરસાદૃે મુંબઈમાં મુસીબત વધારી દૃીધી છે. કોલાબામાં અત્યાર સુધીમાં ૮૫ મિલીમીટર, સાંતાક્રૂઝમાં ૬૬ મિમી, વરસાદૃ વરસી ચૂક્યો છે. હવામાન ખાતાએ આગામી ૪૮ કલાકમાં એલર્ટ જાહેર કરેલી છે. મુંબઈ, થાણે, પાલઘરમાં યલો એલર્ટ જ્યારે િંસધુદૃુર્ગ, રત્નાગિરીમાં રેડ એલર્ટ જાહેર કરાયલી છે. લગભગ ૧૨ કલાકના ભારે વરસાદૃ બાદૃ પુણેના ઈન્દૃાપુર, નિમગાંવ, કેતકી અને બિધવનમાં હાલાત બેકાબૂ થઈ રહૃાા છે. ઈન્દૃાપુરમાં માત્ર ૧૨ કલાકમાં ૧૭૮ મિમી વરસાદૃ રેકોર્ડ થયો છે. ઉજની બાંધથી છોડાયેલા પાણીના કારણે પુણે-સોલાપુર હાઈવે પાણી પાણી થઈ ગયો છે અને ત્યારબાદૃ હાઈવે બંધ કરાયો છે. પુણેના પ્રસિદ્ધ નીરા નરિંસહપુર મંદિૃર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિના કારણે પ્રશાસન અને ગ્રામ સભાના લોકોએ જનતાને સાવધાન કરી છે. તેલંગણા અને આંધ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદૃના કારણે આવેલા પૂરથી જનજીવન પ્રભાવિત થયું છે. પૂર અને વરસાદૃના કારણે અત્યાર સુધીમાં ૧૯ લોકોના જીવ ગયા છે.

રિલેટેડ ન્યૂઝ