ઉ.પ્ર.માં ભાજપ MLAના સંબંધીએ પોલીસ-SDMની હાજરીમાં કરી હત્યા

દૂકાનોનો વિવાદ ઉકેલવા બોલાવાયેલી ‘પંચાયત’માં મામલો બિચક્યો અને યુવકની છાતીમાં ધરબી દીધી ગોળી

(પ્રતિનિધિ દ્વારા) બલિયા તા.15
બલિયાના દુર્જનપુર ગામમાં બે દુકાનોના વિવાદનો ઉકેલ લાવવા માટે પંચાયત બોલાવાઈ હતી અને તેમા અધિકારીઓ પણ આવ્યા હતા લાલ શર્ટમાં ધીરેન્દ્ર બૈરિયા નજરે પડે છે.
ઉત્તરપ્રદેશના બલિયામાં ગુરુવારે અધિકારીઓ સામે એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. કેસ દુર્જનપુરના બૈરિયાનો છે. અહીંયા ક્વોટાની દુકાનોના વિવાદનો ઉકેલ લાવવા માટે ઈઘ ચંદ્રકેશ સિંહ, બીડીઓ બૈરિયા ગજેન્દ્ર પ્રતાપ સિંહ અને જઉખ સુરેશ પાલ પહોંચ્યા હતા. વિવાદ ધીરેન્દ્ર સિંહ અને જયપ્રકાશ ઉર્ફે ગામા પાલ(46) વચ્ચે હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ધીરેન્દ્રએ જયપ્રકાશને 4 ગોળીઓ મારી દીધી અને ફરાર થયો હતો. ધીરેન્દ્ર બૈરિયાના ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહના અંગત હોવાનું કહેવાઈ રહ્યું છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ આ ઘટનાનો વીડિયો ટ્વિટ કર્યો છે અને ઘટનાની નિંદા કરી છે. ગ્રામ સભા દુર્જનપુર તથા હનુમાનગંજ ક્વોટાની દુકાનોના ક્વોટા માટે પંચાયત ભવન પર બેઠક બોલાવાઈ હતી. જઉખ બૈરિયા સુરેશ પાલ, સીઓ બૈરિયા ચંદ્રકેશ સિંહ, ઇઉઘ બૈરિયા ગજેન્દ્ર પ્રતાપ સિંહ સાથે જ રેવતી પોલીસસ્ટેશનની પોલીસ ફોર્સ હાજર હતી. દુકાનો માટે 4 સ્વંય સહાયતા સમૂહોએ અરજી કરી હતી.
દુર્જનપુરની દુકાન માટે બે સમૂહો વચ્ચે મતદાન કરાવવાનો નિર્ણય લેવાયો છે. અધિકારીઓએ કહ્યું કે, વોટિંગ એ જ કરશે, જેની પાસે આધાર અથવા કોઈ અન્ય ઓળખ પત્ર હશે. એક પક્ષ પાસે કોઈ ઈંઉ પ્રુફ ન હતું. આ અંગે બન્ને પક્ષો વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો.
વિવાદ દરમિયાન લાકડી-ડંડા અને ઈંટ-પથ્થરથી ઘર્ષણ થવા લાગ્યું. એક પક્ષે ફાયરિંગ શરૂ કરી દીધું. દુર્જનપુરના જયપ્રકાશ ઉર્ફ ગામા પાલને ધીરેન્દ્રએ તાબડતોડ 4 ગોળીઓ ઝીંકી દીધી. જયપ્રકાશ અંગે લોકો ઈઇંઈ પહોંચ્યા, જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કરી દીધા. વિસ્તારમાં તણાવને ધ્યાનમાં રાખતા ફોર્સ તહેનાત કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ