સોસાયટી-ફ્લેટમાં આરતીની છૂટ

*પહેલાં નોરતાનાં કલાકો પહેલાં જ ચમત્કારીક રીતે સરકારે લીધો
યુ-ટર્ન
*હવે માત્ર જાહેર અને સાર્વજનિક સ્થળો કે રસ્તાઓ પરના આયોજન માટે જ પરવાનગી જરૂરી

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) ગાંધીનગર,તા.૧૬
શનિવારથી નવરાત્રી શરુ થઈ રહી છે, ત્યારે રાજ્ય સરકારે માતાજીની પૂજા-આરતીની પરમિશન લેવા અંગે એક મહત્વની જાહેરાત કરી છે. નવરાત્રીન્ો લઇન્ો સામાન્યરીત્ો રાજ્યમાં ભારે ઉત્સાહનો માહોલ જોય છે. જો કે, ચાલુ વર્ષે કોરોના વાયરસના લીધે સરકારે સોશિયલ ડિસ્ટર્િંન્સગ સહિતના અન્ોક પ્રતિબંધો લાદ્યા હોઈ તહેવારન્ો લઇન્ો લોકોમાં જરાપણ ઉત્સાહ જોવા મળી
રહૃાો નથી. સરકારના જણાવ્યા અનુસાર, લેટ કે સોસાયટીના પ્રિમાઈસિસમાં માતાજીની સ્થાપના કરી પૂજા કે આરતી કરવા માટે પોલીસની પરમિશન લેવાની જરુર નથી. માત્ર જાહેર અને સાર્વજનિક સ્થળો, તેમજ રસ્તા પર આરતી કે પૂજા કરવા માટે પોલીસની મંજૂરી લેવી આવશ્યક છે.
ગૃહરાજ્યમંત્રી પ્રદૃીપિંસહ જાડેજાએ તાજેતરમાં જ નવરાત્રી દૃરમિયાન સરકારે મંદિૃરો બંધ રાખવા માટે સૂચના આપી જ નથી તેવી સ્પષ્ટતા પણ કરી હતી. અગાઉ સરકારે પ્રસાદૃ વિતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, જાડેજાએ બંધ પેકેટમાં પ્રસાદૃ આપી શકાશે તેવું જણાવ્યું હતું. ત્યારે આજે હવે સરકારે પૂજા અને આરતી બાબતે પણ મોટી છૂટ આપી દૃીધી છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને સરકારે નવરાત્રીમાં કોઈપણ પ્રકારના ગરબાની મંજૂરી નથી આપી. આરતી અને પૂજા દૃરમિયાન પણ ૨૦૦ લોકોથી વધુ હાજર નહીં રહી શકે, અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી માસ્ક પહેરવાનું ફરજિયાત રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, સેનેટાઈઝર અને ટેમ્પ્રેચર ગનની વ્યવસ્થા કરવા પણ તાકીદૃ કરવામાં આવી છે. હજુ ગઈકાલ સુધી તો સોસાયટીઓ માટે પણ આરતી-પૂજા માટે પોલીસની મંજૂરી લેવું ફરજિયાત હતું. સરકારે જાહેર કરેલી એસઓપીને કારણે પોલીસ સ્ટેશનોમાં વિવિધ સોસાયટી અને લેટોના પ્રતિનિધિઓએ મંજૂરી લેવા માટે લાઈનો લગાવી હતી. સરકારના આ નિર્ણય સામે કચવાટ પણ જોવા મળી રહૃાો હતો. તેવામાં આજે આ નિયમમાંથી સોસાયટી અને લેટોને બાકાત કરવામાં આવ્યા છે. જોકે, આ છૂટ માત્ર આરતી અને પૂજા પૂરતી જ છે. ગરબા નહીં યોજી શકાય તેવો નિયમ યથાવત છે.

રિલેટેડ ન્યૂઝ