કેન્દ્ર આપશે દીપાવલી બોનાન્ઝા પેકેજ

નૂતન વર્ષ પહેલાં ‘અભિનંદન’ આપવા પડે તેવા મોટા રાહત પેકેજમાં ફૂડ, ટ્રાવેલ, ટૂરિઝમ ક્ષેત્રને બખ્ખા !

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા.16
એવું માનવામાં આવે છે કે ફૂડ, ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટર માટે મોટા રાહત પેકેજની જાહેરાત કરી શકાય છે. મહામારીમાં આ ક્ષેત્રોને સૌથી વધુ ફટકો પડ્યો છે. લોકડાઉન પછી એક બાજુ અન્ય ક્ષેત્રોમાં રિકવરી જોવા મળી છે પરંતુ લોકો બહારનું ખાવામાં અને મુસાફરી કરવામાં હજુ પણ અચકાય છે. અપેક્ષા છે કે નવા પેકેજ પર રોજગારની નવી તકો ઉભી કરવા પર ભાર મૂકવામાં આવશે. આ ઉપરાંત સરકાર માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતના જણાવ્યા અનુસાર ફેસ્ટીવ સીઝનના સેલ્સને લઇને આશાઓ રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, જો તમે પરચેઝિંગ મેનેજર ઇન્ડેક્સ પર નજર નાખો તો તમને જોવા મળશે કે તે 56.8 છે. સપ્ટેમ્બરમાં તે 8 વર્ષના ઉચ્ચતમ સ્તરે છે. આ આશાવાદનું પરિણામ છે. ઓટોમોબાઇલ્સ સૌથી મહત્વપૂર્ણ છે અને આ મહિનામાં તે વધુ સારું રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, અમે મોનિટાઇઝેશનમાં રેલ્વે, ઉડ્ડયન, નવા રેલ્વે સ્ટેશનો, એરપોર્ટ શામેલ કર્યા છે. આ સાથે, નાણાંમંત્રી દ્વારા 78,000 કરોડનીએલટીસીની જાહેરાતનો પણ લાભ થશે. આ ઘોષણાથી અપેક્ષા વધી છે કે હવે કેન્દ્રીય કર્મચારીઓ થોડો ખર્ચ કરશે.

રિલેટેડ ન્યૂઝ