ગદ્દાર મહેબૂબા કાશ્મીર હડપવા લોહી રેડાવવા તૈયાર

(પ્રતિનિધિ દ્વારા) જમ્મુ કાશ્મિર, તા.24
પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીની અધ્યક્ષા મહેબૂબા મુફ્તીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે જ્યાં સુઘી ઘાટીમાં પહેલાં જેવી સંવૈધાનિક સ્થિતિ અને જમ્મુ-કાશ્મીરનો ઝંડો ફરી સ્થાપિત થશે નહીં ત્યાં સુધી તેઓ કોઇપણ બીજા ઝંડાને હાથ સુદ્ધાં લગાવશે નહીં.
મહેબૂબાની આ ટિપ્પણીને તિરંગાનું અપમાન માનવામાં આવી રહ્યું છે.
જો કે 14 મહિના સુધી નજરકેદ રહ્યા બાદ મહેબૂબા પોતાની પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા.
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે 5 ઑગસ્ટ 2019ના રોજ જ્યારથી આપણા ધ્વજ ડકેતીઓ દ્વારા લૂંટાયો ત્યારથી તેની હજુ સુધી વાપસી થઇ નથી. હું બીજો કોઇ ઝંડો ઉઠાવીશ નહીં. જમ્મુ-કાશ્મીરનો ઝંડો આપણા સંવિધાનનો હિસ્સો છે. તિરંગા સાથે આપણો સંબંધ જમ્મુ-કાશ્મીરના ઝંડા પરથી જ પસાર થાય છે. જ્યારે જમ્મુ-કાશ્મીરનો ઝંડો આપણા હાથોમાં હશે ત્યારે જ આપણે તિરંગો ઉઠાવીશું.
આ દરમ્યાન મહેબૂબા એ એમ પણ કહ્યું કે હજારો યુવાનોએ જમ્મુ-કાશ્મીર માટે પોતાની જિંદગી કુર્બાન કરી છે. હવે સમય છે એ ઉદ્દેશ્ય માટે રાજનેતાઓનું લોહી વહાવાનો. મહેબૂબા મુફતીના આ નિવેદન પર ભાજપ એ જોરદાર નિશાન સાંધ્યું છે.
ભાજપ એ કહ્યું કે ધરતીની કોઇ તાકત ત્યાં ઝંડો ફરીથી નહીં લહેરાવી શકે અને કલમ 370ને પાછી લાવી શકશે નહીં.
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપના દેશના સંવિધાનને બદલીને પોતાના ઘોષણાપત્ર થોપવા માંગે છે પરંતુ એવું થશે નહીં. હિટલર જેવા કેટલાંય લોકો આવ્યા અને જતા રહ્યા. આ તાનાશાહી ચાલશે નહીં. મુફ્તીએ કહ્યું કે ભાજપ જમ્મુ-કાશ્મીરના લોકોને પસંદ કરતું નથી અને તેમને માત્ર પોતાના ક્ષેત્રની ચિંતા છે. તેમણે કહ્યું કે શાંતિપૂર્ણ રીતે જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો ફરીથી સ્થાપિત કરવાની લડાઇ ચાલુ રહેશે

રિલેટેડ ન્યૂઝ