26/11 જેવો ભયાવહ હુમલો નાકામ: મોદી સૈન્ય પર ફીદા

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી,તા.20
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે સવારે કાશ્મીરના નગરોટામાં થયેલા એન્કાઉન્ટર પર રિવ્યૂ મીટિંગ કરી. સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ગુપ્તચર એજન્સીના ટોપ ઓફિસર હાજર રહ્યાં હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં તે વાત સામે આવી છે કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકી 26/11ની વરસી પર મોટા હુમલાનું ષડયંત્ર કરી રહ્યાં હતા. મીટિંગમાં મોદીએ કહ્યું- આતંકીઓ માર્યા જવાથી જમ્મુ કાશ્મીરમાં લોકતંત્રને નુકસાન પહોંચાડવાના તેમની મેલી મુરાદ નિષ્ફળ રહી છે.
પીએમએ સિક્યોરિટી ફોર્સની સતર્કતાની પણ પ્રશંસા કરી. વડાપ્રધાને કહ્યું કે- પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકીઓ માર્યા જવાથી એક મોટું ષડયંત્ર નિષ્ફળ થઈ છે. આતંકીઓ પાસેથી જપ્ત હથિયારોનો જથ્થો જોઈને સ્પષ્ટ થાય છે કે તેઓ જમ્મુ કાશ્મીરમાં ગ્રાઉન઼્ડ લેવલે લોકતંત્રને નુકસાન પહોંચાડવાના બદઈરાદાઓ ધરાવતા હતા. સૂત્રોએ જણાવ્યું કે આ આતંકી પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદના હોય શકે છે. તેઓએ હાલમાં જ ભારતમાં ઘુસણખોરી કરી હતી. આ હુમલા માટે તેઓએ જૂની રણનીતિને જ અપનાવી હતી. જો કે ગુરૂવારે જમ્મુ ઝોનના ઈંૠ મુકેશ સિંહે જણાવ્યું હતું કે આ આતંકી જિલ્લા પરિષદની ચૂંટણી પહેલાં મોટા હુમલાનું ષડયંત્ર બનાવી રહ્યાં હતા. આ ચૂંટણી 28 નવેમ્બરથી 19 ડિસેમ્બર વચ્ચે 8 ફેઝમાં કરાવવાના છે. કાઉન્ટિંગ 22 ડિસેમ્બરે થવાનું છે.
સેના, ઈછઙઋ અને જમ્મુ કાશ્મીર પોલીસે ગુરૂવારે સવારે ટ્રકમાં છુપાઈને આવી રહેલા જૈશ-એ-મોહમ્મદના 4 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સુરક્ષા અધિકારીઓએ ભાસ્કરને નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે આતંકવાદી શકરગઢમાંથી ભારતમાં દાખલ થયા હતા. અહીં પાકિસ્તાની રેન્જર્સનું હેડક્વાર્ટર છે અને ઘુસણખોરીમાં તેમની સંડોવણીનો ઈનકાર ન
કરી શકાય.

રિલેટેડ ન્યૂઝ