ઈ-કોમર્સ કંપનીઓ સામે રિટેલર્સનું એલાન-એ-જંગ

ઓછા ભાવે માલ વેચવો, મોટા ડિસ્કાઉન્ટ આપવા વગેરેથી નાના વેપારીઓને ફટકો પડ્યાનો વસવસો

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા.20
દેશભરમાં 40 દિવસ સુધી અમેઝોન સહિત તમામ ઈ-કોમર્સ પોર્ટલનો વિરોધ કરવા. દેશભરના વેપારીઓના સૌથી મોટા સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે જાહેરાત કરી છે. કૈટનો આરોપ છે કે, ઈ-કોમર્સ કંપનીઓ પોતાની મનમાની કરવાની સાથે જ એફડીઆઈ પોલીસીનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. જેથી તેના વિરુદ્ધ દેશભરમાં 20 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી 40 દિવસ સુધી આંદોલન ચાલુ રહેશે. કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે નવી દિલ્હીમાં આંદોલનની જાહેરાત કરતા કહ્યુ હતુ કે, આ આંદોલનનો ઉદ્દેશ્ય ઈ કોમર્સ કંપનીઓને ઉઘાડી પાડવાની છે. જે સરકારની નીતિઓની ધજ્જિયા ઉડાવી રહી છે. સાથે જ તેઓ દેશના છૂટક વેપાર પર કબ્જો કરવાનો પ્લાન બનાવી રહ્યા છે. કૈટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીન ખંડેલવાલે કહ્યુ હતું કે, આંદોલન દરમિયાન અમારી અમુક માગ હતી. જેમ કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ પોલીસીની તુરંત જાહેરાત કરી, ઈ-કોમર્સ રેગ્યુલેટરી અથોરિટીનું નિર્માણ કર્યું. એફડીઆઈ પોલીસની પ્રેસ નોટ 2ની ખામીઓની દૂર કરવા.

રિલેટેડ ન્યૂઝ