24 કલાકમાં 1515 કેસ: ગુજરાતમાં કોરોના બેફામ

9 મહિના પહેલાં હતી તેવી જ સ્થિતિ સર્જાતાં સર્વત્ર હડકંપ

(પ્રતિનિધી દ્વારા)
ગાંધીનગર તા. 21
ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. રાજ્યના ત્રણ શહેરોમાં રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદમાં 57 કલાકનું કરફ્યૂ ચાલી રહ્યું છે.
ગુજરાતમાં કોરોના મહામારીની (ઈજ્ઞજ્ઞિક્ષફ ઊાશમયળશભ) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં આજે તો ભયંકર વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1515 પોઝિટિવ કેસ આવ્યા છે.
ગુજરાતમાં કોવિડ-19ના
કુલ કેસોની સંખ્યા વધીને 1,95,917એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3846એ પહોંચ્યો છે. જ્યારે 1271 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.26 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 70,388 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 9 દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશન 2, ગીર સોમનાથ 1, રાજકોટ કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 9 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3846એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,78,786 નાગરીકો સાજા થઈ ગયા છે. 3837ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 13,285 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 95 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 13,190 સ્ટેબલ છે.
કયાં કેટલા કેસ નોંધાયા
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 354, સુરત કોર્પોરેશન 211, વડોદરા કોર્પોરેશન 125, રાજકોટ કોર્પોરેશન 89, બનાસકાંઠા 55, ગાંધીનગર કોર્પોરેશન 53, મહેસાણા 53, પાટણ 51, સુરત 51, રાજકોટ 48, વડોદરા 39, ગાંધીનગર 36, કચ્છ 30, અમરેલી 24, પંચમહાલ 23, જામનગર કોર્પોરેશન 21, જામનગર 20, ખેડા 20, અમદાવાદ 19, મહીસાગર 19, સાબરકાંઠા 17, સુરેન્દ્રનગર 15, ભાવનગર કોર્પોરેશન 14, દાહોદ 14, મોરબી 14, અરવલ્લી 12, જુનાગઢ કોર્પોરેશન 12, નર્મદા 12, ગીર સોમનાથ 10, આણંદ 8, જુનાગઢ 8, ભરૂચ 6, છોટા ઉદેપુર 6, તાપી 6, ભાવનગર 5, બોટાદ 4, દેવભૂમિ દ્વારકા 4, નવસારી 3, વલસાડ 3, પોરબંદર 1 કેસ સામે આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ