ઉદ્યોગપતિઓ બેન્કના ભાગીદાર કે માલિક પણ બની શકે: RBI

રોકડી ભલામણ
આ સાથે સમિતિએ કહ્યું છે કે રૂપિયા 50,000 કરોડ અને તેના કરતાં વધારે સંપત્તિવાળી નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીને બેંકોમાં તબદિલ કરવા અંગે પણ વિચારણા કરવામાં આવી શકે છે. તેમાં એવા એકમોનો પણ સમાવેશ થાય છે કે જેમના કોર્પોરેટ હાઉસ છે. જોકે આ માટે 10 વર્ષના પરિચાલનની આવશ્યક શરત હોવી જોઈએ.
સમિતિએ એવું પણ સૂચન કર્યું છે કે યુનિવર્સલ બેન્કિંગ માટે નવા બેન્ક લાઈસન્સને લઈ ન્યૂનત્તમ પ્રારંભિક મૂડી 500 કરોડ રૂપિયાથી વધારીને રૂપિયા 1000 કરોડ રૂપિયા કરવી જોઈએ, જ્યારે સ્મોલ સ્કેલની ફાઇનાન્સિયલ બેન્ક માટે રૂપિયા 200 કરોડના મૂડી ભંડોળની મર્યાદા વધારીને રૂપિયા 300 કરોડ કરવી જોઈએ.

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી,તા.21
જો અર્થતંત્રમાં સ્થિતિ યોગ્ય રહેશે તો આગામી સમયમાં દેશમાં મોટા ઉદ્યોગપતિ કોઈપણ બેન્કના પ્રમોટર બની શકે છે. હકીકતમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની એક સમિતિએ કહ્યું છે કે મોટી કંપનીઓ અથવા ઔદ્યોગિક ગૃહોને બેન્કોના પ્રમોટર બનવા માટેની મંજૂરી આપવામાં આવી રહી છે.
છઇઈંની સમિતિએ આ સાથે એમ પણ કહ્યું હતું કે છે ખાનગી બેંકોમાં પ્રમોટર્સની હિસ્સેદારી વર્તમાન 15 ટકાથી વધારી 26 ટકા કરવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકે આ ઉદ્દેશ માટે એક સમિતિની રચના કરી હતી.
આ સમિતિ સમક્ષ બેન્કને લગતા કેટલાક મુદ્દા રજૂ કરવામાં આવ્યા છે. તેમાં બેન્ક લાઈસન્સ માટે અરજી કરવા વ્યક્તિગત રીતે અથવા યુનિટ માટે યોગ્યતાને લગતા માપદંડનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત પ્રમોટર્સ અને અન્ય શેરધારકો દ્વારા બેન્કોમાં લાંબા ગાળાનું શેરહોલિ્ંડગ માટે નિયમોની સમીક્ષાનો પણ સમાવેશ થતો હતો. આ સમયમાં સમિતિએ મોટી કંપનીઓ/ઔદ્યોગિક ગૃહોને બેન્કોના પ્રમોટર બનાવવા અંગે ભલામણ કરવામાં આવી છે. જો સમિતિની ભલામણને છઇઈં તરફથી મંજૂરી મળે છે તો દેશનાં મોટાં ઔદ્યોગિક ગૃહો તેમની બેંકો ખોલી શકશે.

રિલેટેડ ન્યૂઝ