વેલકમ વકિસન; ગૉ કોરોના ગૉ

ગુજરાતમાં વેકિસનનો પ્રથમ જથ્થો આવી પહોંચ્યો

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) અમદૃાવાદૃ, તા. ૧૨
કોરોના વેક્સિન કોવીશીલ્ડનો પ્રથમ જથ્થો મંગળવારે સવારે પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટથી એરપોર્ટથી અમદૃાવાદૃ પહોંચ્યો હતો. પુણે એરપોર્ટથી દૃેશના ૧૩ શહેરોમાં વેક્સિનનાં ૪૭૮ બોક્સ પહોંચાડવામાં આવ્યા હતા. જુદૃા જુદૃા શહેરોમાં આ વેક્સિન એરપોર્ટથી જેડ સિક્યુરિટી સાથે સ્ટોરેજ સેન્ટર પર લઈ જવાયા હતા. ત્યારે આ કોરોના રસી અમદૃાવાદૃના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી ચૂકી છે. જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીલી ઝંડી બતાવીને કોરોના રસીને આગળ વધારી હતી.
અમદૃાવાદૃમાં કોરોનાની રસી આવતા નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રી નીતિન પટેલ ખુશખુશાલ મુદ્રામાં દૃેખાઇ રહૃાા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આખો દૃેશ જેની રાહ જોઇ રહૃાો છે તેવી કોરોનાની રસી પીએમ મોદૃી દ્વારા ગુજરાતમાં મોટા જથ્થામાં પ્રથમ તબક્કામાં મોકલવામાં આવી છે.
લગભગ ત્રણ કરોડ આરોગ્ય કર્મીઓને અને સલામતી સાથે સંકળાયેલ લશ્કર બીએસએફ, એસઆપી, પોલીસ તંત્ર હોમગાર્ડ આ બધા જ ને આપવા માટેનો પ્રથમ તબક્કાનો રાઉન્ડ આગામી ૧૬ જાન્યુઆરીથી સમગ્ર દૃેશમાં શરૂ થઇ રહૃાો છે. જેના માટે ભારત સરકારે રસીનો જથ્થો પુરો પાડવાની આજથી શરૂઆત કરી છે. જેના ભાગરૂપે ગુજરાત સરકારને ભારત સરકારે હાલ પુણેથી બે લાખ ૭૬ હજારનો રસીનો પ્રથમ તબક્કાનો જથ્થો વિમાન દ્વારા મોકલી આપવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, અમદૃાવાદૃના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આ જથ્થો આવ્યો છે ત્યારે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદૃીપિંસહ જાડેજા, ડૉ. જયંતી રવિ, અગ્રસચિવ રાજ્યમાં રસીના કાર્યક્રમના નોડલ ઓફિસર મુકેશભાઇ પંડ્યા તથા આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ સહિત વેક્સીન અમે સ્વીકારી છે. આ રસીને ગ્રીન કોરિડોર બનાવી ગાંધીનગર લઇ જવાશે. તે સમયે એરપોર્ટથી માંડીને ગાંધીનગર સુધી સમગ્ર રૂટ પર રાઉન્ડ ધ કલોક સઘન પોલીસ બંદૃોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પુણેથી નવ કલાકની આસપાસ રસીનો જથ્થો અમદૃાવાદૃ આવવા માટે એર ઇન્ડિયાની લાઇટમાં નીકળી ગઇ છે. આજે ૨ લાખ ૭૬ હજાર રસીનો ડોઝ અમદૃાવાદૃ પહોંચ્યો છે. રસીનો પ્રથમ ડોઝ ગાંધીનગર ઝોન, અમદૃાવાદૃ ઝોન અને ભાવનગર ઝોનને મોકલવામાં આવી છે.
ત્યારે પોલીસના સઘન બંદૃોબસ્ત વચ્ચે અમદૃાવાદૃ એરપોર્ટ પર રસી માટેના રેફ્રિજરેટરના ટ્રક પહોંચી ગયા છે. આજે કોરોનાની રસીના પ્રથમ જથ્થાનું સ્વાગત કંકુ, ચોખા અને શ્રીફળ સાથે વધાવીને કરવામાં આવ્યું હતુ.

રિલેટેડ ન્યૂઝ