સમિતિ જ ‘સુપ્રીમ’

સર્વોચ્ચ અદાલતે
કહ્યું: એક સારી સમિતિ કેવી હોય
એ વિશે કોઇનું સાંભળવામાં
નહીં આવે

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
નવી દિૃલ્હી, તા. ૧૩
સુપ્રીમ કૉર્ટે ત્રણેય નવા કૃષિ કાયદૃાઓના અમલ પર સ્ટે લગાવી દૃીધો છે. અદૃાલતે ૪ સભ્યોવાળી એક સમિતિનું ગઠન કર્યું છે, જે આ કાયદૃા ને વિસ્તૃત રીતે ચકાસશે. કમિટીએ જોશે કે કઈ જોગવાઈ ખેડૂતોના હિતમાં છે. બે મહિનામાં કમિટીની રિપોર્ટ સુપ્રીમ કૉર્ટને સોંપવામાં આવશે. સીજેઆઈ એસએ બોબડે, જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ વી રામસુબ્રમણ્યમની ખંડપીઠે કહૃાું કે કમિટી સરકાર સહિત તમામ હિતધારકોની વાત સાંભળશે. જ્યારે કેટલાક વકીલોએ કહૃાું કે કમિટીનું સ્વરૂપ સૌને સ્વીકાર્ય હોવું જોઈએ તો સીજેઆઈએ વલણ સ્પષ્ટ કરી દૃીધું. તેમણે કહૃાું કે, એક સારી સમિતિ કેવી હોય, અમે આના પર સૌના વિચાર નહીં સાંભળીએ. અમે નક્કી કરીશું કે એ સમિતિમાં કોણ કોણ હશે જે અમને મુદ્દા પર નિર્ણયમાં મદૃદૃ કરશે. સુપ્રીમ કૉર્ટની સમિતિમાં ભૂપિન્દૃર િંસહ માન-ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ, અનિલ ધનવત-શેતકારી સંગઠનના અધ્યક્ષ, ડૉ. પ્રમોદૃ જોશી-દૃક્ષિણ એશિયાના આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ તેમજ ઈન્ટરનેશનલ ફૂડ પોલીસી એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના નિર્દૃેશક, અશોક ગુલાટી-કૃષિ અર્થશાસ્ત્રી તથા કૃષિ યોજના અને િંકમતોના પૂર્વ અધ્યક્ષ. આ મામલે હવે ૮ અઠવાડિયા બાદૃ સુનાવણી થશે.
ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે, દિૃલ્હીમાં કમિટીને સરકાર કાર્યકારી જગ્યા અને સચિવાલય સહાય પૂરી પાડશે. દિૃલ્હી અથવા અન્યત્ર બેઠકની બેઠકનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. તમામ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ ભલે તે પ્રદૃર્શન કરે છે કે નહીં અને તે આ ચર્ચાઓમાં ભાગ લેશે અને કાયદૃાના સમર્થનમાં હોય કે વિરુધ્ધ, પોતાનો અભિપ્રાય વ્યક્ત કરશે. સુપ્રીમે તેના વચગાળાના આદૃેશમાં જણાવ્યું છે કે સમિતિની પ્રથમ બેઠક મંગળવાર (૨૨ જાન્યુઆરી)થી ૧૦ દિૃવસની અંદૃર યોજાશે. ખંડપીઠને આશા હતી કે વિરોધ કરી રહેલા ખેડુતોએ ધરણા પૂરા કરી પાછા ફરશે અને સમિતિના અહેવાલ અને કોર્ટના નિર્ણયની રાહ જોશે.

રિલેટેડ ન્યૂઝ