LOC: ભારતીય સેનાનો વળતો જવાબ, પાકિસ્તાનના 4 જવાન ઢેર

નવી દિલ્હીઃ પાકિસ્તાન તરફથી સરહદ પાર કરવામાં આવેલી ગોળીબારીનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો છે. હવે ભારતીય સેનાએ પાકિસ્તાન સેનાની ઘણી ચોકીઓ નષ્ટ કરવાની સાથે ચાર પાક જવાનને મોતની ઘાટ ઉતારી દીધા છે. 

લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર સીઝફાયરનું ઉલ્લંઘન કરવું ફરી એકવાર પાકિસ્તાની સેનાને ભારે પડ્યું છે. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની ચોકીઓને તબાહ કરી દીધી છે. સાથે ભારતીય સેનાએ 4 પાકિસ્તાની જવાનોને પણ ઠાર કર્યાં છે. હકીકતમાં, ગુરૂવારે રાત્રે પાકિસ્તાને પુંછ-રાજૌરી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને મોર્ટારનો હુમલો કર્યો હતો. 

રિલેટેડ ન્યૂઝ