INDvsSL: ભારતે શ્રીલંકાને 78 રને હરાવ્યું, સિરીઝ 2-0થી કરી કબજે

પુણેમાં રમાયેલી ત્રણ મેચોની ટી20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં ભારતે શ્રીલંકાને 78 રને પરાજય આપીને સિરીઝ 2-0થી કબજે કરી લીધી છે. આ સાથે ભારતીય ટીમે નવા વર્ષનો પ્રારંભ સિરીઝ વિજય સાથે કર્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 201 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 15.5 ઓવરમાં 123 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી અને બુમરાહે પ્રથમ ઓવરમાં ભારતને સફળતા અપાવી હતી. તેણે ગુણાથિલાકાને આઉટ કર્યો હતો. ત્યારબાદ બીજી ઓવરમાં શાર્દુલ ઠાકુરે અવિષ્કા ફર્નાન્ડો (9)ને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. 

રિલેટેડ ન્યૂઝ