ઈરાકમાં અલ-બલાદ એરબેઝ પર 4 રોકેટ છોડવામાં આવ્યા, અમેરિકાના સૈન્ય અડ્ડાઓ પર 6 દિવસમાં બીજો હુમલો

ઉત્તર બગદાદમાં રવિવારે 4 રોકેટથી હુમલો કરવામાં આવ્યો. અહીં અમેરિકાની સેનાનો અડ્ડો છે. સૈન્ય સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યા અનુસાર આ હુમલામાં ઇરાક એરફોર્સના 4 સૈનિકો ઘાયલ થયા છે. એ એરબેઝ પર અમેરિકાની આર્મીનો અડ્ડો છે, પરંતુ તેઓ ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે પહેલાથી આ એરબેઝ છોડીને જતા રહ્યા હતા.અમેરિકાના સૈન્ય અડ્ડાઓ પર 6 દિવસમાં આ બીજો હુમલો છે.

બગદાદના આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર, જ્યાં ઘણા વિદેશી દૂતાવાસ છે ત્યાં ગત ગુરૂવારે મિસાઇલો છોડવામાં આવી હતી. અહીં બે વિસ્ફોટ થયા હતાં. અમેરિકાના અધિકારીઓએ આ હુમલા પાછળ ઇરાકમાં સ્થિત ઇરાન સમર્થિત શિયા વિદ્રોહી સંગઠન ‘હાશેદ’ હોવાની શંકા વ્યક્ત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ