18 કલાક ત્રણ ઋતુ: રાતે બફારો, સવારે માવઠુ બાદ ટાઢોડુ

શિયાળામાં જામ્યો ચોમાસાનો રંગ.. ઋતુચક્ર પોતાનુ ભાન ભૂલ્યુ હોઈ તેમ શિયાળાના સવાર થી ચોમાસા સમા વાદળો ઘેરાયા હતાં હાલ ઉભેલ રવિપાક પાક પર આવી ઉભા હોઈ વહેલી સવારે જામેલ ઝાકળ વર્ષા અને મેઘાવી માહોલ થી પાક પર વ્યાપક નુકશાનની ભિતિ ખેડુતોમા સેવાઈ રહી છે… (તસ્વીર:- બ્રિજેશ વેગડા)

રાજકોટ તા.13
સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજયભરમાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાવા સાથે અનેક સ્થળે વાતાવરણમાં પણ સાથે કમોસમી વરસાદ વરસતા ફરી ધરતીપુત્રો ચિંતીત બન્યા છે તો હજુ બે દિવસ છુટાછવાયા વરસાદની આગાહીથી પતંગ રસિયાઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે.તો માત્ર અઢાર કલાકમાં જ ઉનાળો, ચોમાસુ અને શિયાળો એમ ત્રણ ઋતુનો લોકોને અનુભવ થયો હતો.
ગયા સપ્તાહના મદ્યાહને અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાયુ હતું. જે લો પ્રેસર પૂર્વાનુમાન મુજબ જ સાયકલોનીક સર્કયુલેશનમાં ફેરવાઈ ગયુ હતું. જે સાયકલોનીક સરકયુલેશન હાલમાં દક્ષિણ પાકિસ્તાન અને તેને લાગુ આસપાસના વિસ્તારમાં દરિયાઈ સપાટીથી 1.5 કીમી ઉપરના ભાગે સ્થીર થયેલુ છે.
સાથે જ ગઈકાલથી જ ધુંપછાવના માહોલ વચ્ચે મધરાતથી જ વાદળછાયુ વાતાવરણ બની ગયુ હતું અને મધરાતથી જ કચ્છના ભચાઉ, અંજાર, ગાંધીધામ, દ્વારકા, વલ્લભ વિદ્યાનગરમાંથી કમોસમી વરસાદી ઝાપટા વરસી ગયા હતા, બોટાદ, માણાવદર, માંગરોળ સહિતના સ્થળે જોરદાર વરસાદી ઝાપટા વરસી ગયા હતા.
એકાએક હવામાનમાં પલ્ટો આવવા સાથે થયેલા માવઠાને પગલા ધારા, જીરૂ, ઘઉ, સહિતના રવિપાકને નુકશાન જવાની દહેશતથી ધરતી પુત્રો ચિંતીત બન્યા હતા. તે ખેતરો, પાકમાં પડેલા તૈયાર પાક, પાથરા, પલળી જતા નુકશાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. જો કે બપોર પછી હવામાન પલટા સાથે તેજ પવન ફંટાવા લાગતા ઉતર પૂર્વની શીત લહેરને પગલે વાતાવરણમાં ભારે ટાઢોડું છવાઇ ગયું હતું.
રાજકોટ
રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડી જાણે ગાયબ થઈ ગઈ હોય તેમ લઘુતમ તાપમાનમાં 15થી 20 ડીગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે. તેવામાં ગઈકાલે દિવસભર બફારો રહ્યો હતો. બાદમાં રાત્રે વાદળા ચડી આવ્યા હતા અને શહેરના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ચોમાસા જેવો માહોલ સર્જાવા સાથે જોરદાર છાંટા પહી જતા અમુક વિસ્તારમાં રસ્તા ભીના થયા હતા. આજે સવારે ન્યુનતમ તાપમાન 18.8 ડીગ્રી નોંધાતા ગરમીનો અનુભવ શહેરીજનોને કરવો પડયો હતો. શહેરના વાતાવરણમાં સવારે 84 ટકા ભેજ નોંધાયો હતો. તો પવનની ઝડપ સરેરાશ 18 કીમી પ્રતિકલાકની રહી હતી. તો દિવસ ભારે શીત લહેરને પગલે મહતમ તાપમાન 14 ડીગ્રી પર સ્થિર થયું હતું.
દ્વારકા- ખંભાળીયા
ખંભાળીયા પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં નોંધપાત્ર પલ્ટો આવ્યો છે. અગાઉના દિવસોમાં પડેલી હાડ થીજવતી ઠંડી બાદ એકાએક ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર ઘટી ગયુ હતું. ગઈકાલે રવિવારે બપોરે તો પંખા કરવા પડે તેવું વાતાવરણ હતું.
આ પરિસ્થિતિમાં આજરોજ વહેલી સવારે પાંચેક વાગ્યે ખંભાળીયામાં મેઘાવી માહોલ વચ્ચે ધોધમાર વરસાદ સાથેનું કમોસમી માવઠું વરસ્યુ હતું. આ વરસાદ સતત પંથરથી વીસ મીનીટ વરસતા બધે જ પાણી પાણી થઈ ગયુ હતું. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા.
આ બાવઠાના લીધે મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા ન હતા. આ સાથે તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરતા કાતીલ ઠંડીનો અનુભવ પણ લોકોએ કર્યો હતો. આમ મીશ્ર ઋતુના આ માહોલમાં તાવ શરદી જેવા રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. જેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે.
સલાયા
સલાયામાં આજરોજ વહેલી સવારે 4થી 4-10 10 મીનીટ સુધી વરસાદનું જોરદાર ઝાપટું આવેલું રોડ ઉપર પાણી વહેતા અને રાત્રીના લાઈટ પુરવઠો ખોરવાઈ ગયેલો.
જામનગર
જામનગર જિલ્લામાં ગઈકાલે ઠંડીના પ્રમાણમાં એકંદરે ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આજે વહેલી સવારથી હવામાનમાં ફરી પલટો આવ્યો છે, અને વાદળછાયુ વાતાવરણ બની ગયું છે. વહેલી સવાર ના છાંટા પડ્યા હતા.સૂર્યનારાયણના દર્શન થઈ શક્યા ન હતા ઉપરાંત ભેજનું પ્રમાણ વધી જતા વહેલી સવારે ઝાકળ વર્ષા થઇ હતી. ઉપરાંત પવનની ગતિમાં વધારો જોવા મળ્યો છે પ્રતિ કલાકના 20 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકયો હતો બબઆજે સવારે પૂરા થતાં 24 કલાક દરમિયાન નયુન્તમ તાપમાન 17 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82 ટકા રહ્યું હતુ. જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 25 કિ.મી.ની ઝડપે રહી હતી જે વધીને 30 કિમી સુધી પહોંચી છે.
મુળી
માવઠાની આગાહી બાદ આજે વ્હેલી સવાર થીજ વાદળ છાંયા વાદળો અને પવન ના તેજ સુસવાટા વચ્ચે માવઠુ થવા ની દહેશત થી મૂળી પંથકના ખેડુતોમા ધેરી ચિંતાના વાદળો છવાયા હતા અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતા ખેડુતોને આર્થિક નુકશાની વેઠવી પડી હતી.
અમરેલી
અમરેલી જીલ્લામાં આજે હવામાનમાં અચાનક જ પલ્ટો આવતા ભર શિયાળે ચોમાસા જેવા વાદળો આકાશમાં છવાયેલ હતા. આકાશમાં છવાયેલા વરસાદી માહોલથી ખેડૂતો ઘેરી ચિંતામાં ડુબેલ છે. આજે ઠંડા પવનો સાથે બગસરા પંથકમાં ઝરમર વરસાદના આગમનથી કપાસ જીરૂ સહીતના પાકોને નુકશાનની દહેશત છવાયેલી છે. ચોમાસામાં ભારે વરસાદના કારણે ખેત પાકો 50 ટકા કરતા વધુ પ્રમાણમાં ફેઇલ ગયા બાદ ખેડૂતોમાં સારા વરસાદના કારણે શિયાળુ પાક લેવાની આશા ઉપર કમોસમી વરસાદ પાણી ફેરવી દેવાની દહેશત વચ્ચે ખેડૂતોમાં ભારે નિરાશાની લાગણી છવાયેલ હતી.
ધોરાજી
ધોરાજીમાં આજરોજ સવારે કડકડતી ઠંડી વચ્ચે અચાનક જ હવામાનમાં પલટો લેતા માવઠું સર્જાયું હતું
સવારના જ વાદળછાયા વાતાવરણ સાથે અચાનક જ ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો
આમ જોતા શિયાળાના સમયમાં જ માવઠાની અસર જોવા મળતા આમ જનતા ચિંતામાં મુકાઈ ગઈ હતી
વરસાદી ભેજ અને ઠંડીનું વાતાવરણ સાથે તાવ શરદી-ઉધરસના કેસો પણ વધે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે. સાથોસાથ જીરું,ચણા,ધાણા, સહિત પાકોમાં નુકશાનની સંભાવના વધવાથી ખેડૂત વર્ગ ચિંતામાં મુકાયો છે.
આજ સવારથી જ સાંજ સુધી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું અને હવામાન ઠંડીની સાથે ભેજ પણ જોવા મળ્યો હતો.
માણાવદર
માણાવદર શહેરમાં આજે સવારે 7-30 કલાકે માવઠું થતા શહેરના રાજ માર્ગો ઉપરથી પાણી ફરી વળ્યા હતા. અનેક જીનીંગોમાં ખુલ્લામાં પડેલ કપાસ પલળ્યો હતો. ખેતી પાકમાં નુકશાનીની દહેશત છે. જીનીંગોમાં પડેલા અન્ય કપાસીયા ગાંસડી ઉપર પાણી પડયું હતું.
ભાવનગર
ભાવનગર શહેરમાં જીલ્લાભરમાં આજે સોમવારે વહેલી સવારે ઝાકળવર્ષાને કારણે માર્ગો ભીના થઇ ગયા હતા. સવારથી જ વાદળીયું વાતાવરણ હતું જે દિવસભર રહેતા લોકોમાં માવઠાની આશંકાથી ચિંતાની લાગણી ફેલાઇ હતી. ખાસ કરી કાલે ઉતરાયણ પર્વને લઇ પતંગ રસીકોમાં ચર્ચા જાગી હતી.

રિલેટેડ ન્યૂઝ