રિલાયન્સમાં નવો ઇતિહાસ રચાશે : મુકેશ અંબાણીની જગ્યાએ નવા એમ.ડી.

નવી દિલ્હી તા. 13
જઊઇઈંના આદેશ બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં પહેલી વખત મેનેજિંગ ડિરેક્ટરના પદ પર અંબાણી પરિવાર સિવાયના અન્ય કોઈ વ્યક્તિની નિમણૂક થઈ શકે છે. સેબીએ પોતાના હાલના આદેશમાં કહ્યું છે કે એક કંપનીમાં ખઉ અને ચેરમેન તરીકે એક જ વ્યક્તિ ન હોઈ શકે. આ આદેશને લાગુ કરવા માટે છેલ્લી તારીખ 1 એપ્રિલ 2020 છે.
સેબીના આદેશને લાગુ કર્યા બાદ મુકેશ અંબાણી, જે વર્તમાનમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (છઈંક)ના ઈખઉ(ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર) છે. તે કંપનીના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન બની જશે સાથે મેનેજિંગ ડિરેક્ટરના પદ પર અન્ય કોઈની પસંદગી કરવામાં આવશે. કંપનીના ઈતિહાસમાં આ પહેલી ઘટના હશે.મનોજ મોદી ેએવી ચર્ચા છે કે નિખિલ મેસવાની અને મનોજ મોદીને કંપની મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરી શકે છે. નિખિલ મેસવાની હાલમાં છઈંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. મનોજ મોદીને મુકેશ અંબાણીનો જમણો હાથ માનવામાં આવે છે અને પરોક્ષ રૂપમાં તે કંપનીના ઈઊઘ ગણવામાં આવે છે. આ લિસ્ટમાં નિખિલ મેસવાનીના નાના ભાઈ હેતલ મેસવાની અને ઙખજ પ્રસાદનું નામ પણ છે.
મેસવાની બ્રધર્સ 90 દશકથી જ છઈંકના બોર્ડમાં છે. તે મુકેશ અંબાણીના કઝિન છે. મેસવાની બ્રધર્સના પિતા રસિકલાલ મેસવાની છઈંકના ફાઉન્ડર ડિરેક્ટરમાંથી એક છે. તેમણે ધીરુભાઈ અંબાણી સાથે મળીને કંપનીની સ્થાપના કરી હતી.મનોજ મોદી હાલ છઈંકના બોર્ડમાં કોઈ મોટા પદ પર નથી પરંતુ મુકેશ અંબાણીના નજીકના લોકોનું કહેવું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં તેઓ વિશ્વાસુ છે. આ અટકળોને લઈને ઈંઅગજ તરફથી છઈંકને કેટલાક સવાલો પુછવામાં આવ્યા હતા, આ રિપોર્ટ લખાઈ રહ્યો તે ત્યાં સુધી તેમના તરફથી કોઈ જવાબ મળ્યાં નથી

રિલેટેડ ન્યૂઝ