સારા પવનને પગલે અમદાવાદમાં જામ્યું આકાશી યુદ્ધ, મુખ્યમંત્રીએ પણ પત્ની સાથે પતંગ ચગાવી

સીએમ રૂપાણીએ પણ અમદાવાદના ખોખરા વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી કરી. તેમની સાથે પત્ની અંજલી રૂપાણીએ પણ પગંત ચડાવી હતી. સીએમ રૂપાણીએ આ સાથે રાજ્યની જનતાને ઉત્તરાયણની શુભકામના પાઠવી હતી. સીએમ રૂપાણી ઉત્તરાયણની ઉજવણી કરવા ખોખરામાં આવેલા મધુશર્યા એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા. તેમણે વોર્ડ પ્રમુખ અશોક પટેલના નિવાસસ્થાને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જે દરમ્યાન પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ખોખરામાં ઉત્તરાયણની ઉજવણી કર્યા બાદ સીએમ વિજય રૂપાણીએ પાલડી ગામમાં ઉત્તરાયણની ઉજવણી કરી. આ પ્રસંગે સીએમ રૂપાણીના પત્ની  અંજલી રૂપાણીએ પણ પતંગ ચડાવી હતી.  પાલડી ગામમાં સીએમ રૂપાણીના આગમન પહેલા સુરક્ષાનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ