અમદાવાદમાં પતંગની દોરીને કારણે બે લોકોનાં ગળા કપાયા, યુવકને આવ્યા 28 ટાંકા

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એક અક્સમાત સર્જાયો હતો. જેમા બાઈક પર સવાર યુવકના ગળા અને કાનના ભાગે પતંગની દોરી આવી ગઈ હતી. જેના કારણે યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અને તેને 28 ટાકા આવ્યા હતા. તો આ તરફ અમદાવાદના ખોખરા વિસ્તારમાં પતંગની દોરી વચ્ચે આવી જતા એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્મતમાં ભોગ બનનાર શખ્સનું નાક કાપઈ ગયું હતું. જેથી તેમને તાત્કાલીક મણીનગરની એલજી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં અકસ્માતનો ભોગ બનનાર શખ્સનું નામ બાબુભાઈ પટેલ હોવાનું સામે આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ