દિલ્હી વિધાનસભા ચૂંટણી : આમ આદમી પાર્ટીએ 70 ઉમેદવારોની જાહેરાત કરી, કેજરીવાલ નવી દિલ્હીથી લડશે

નવી દિલ્હી: વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે દરેક 70 વિધાનસભા સીટ માટે ઉમેદવાર જાહેર કર્યા હતા. પાર્ટીએ 15 સીટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી છે. 8 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરવામાં આવશે.
2015માં આપે 6 મહિલાઓને ટિકિટ આપી હતી. આ બધી ઉમેદવાર જીતી હતી. આ વખતે પાર્ટીએ 8 મહિલાઓને ટિકિટ આપી છે. છેલ્લી ચૂંટણીમાં જીતેલા રાખી બિડલા, સરિતા સિંહ, પ્રમિલા ટોકસ, ભાવના ગૌડ અને બંદના કુમારીને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ આતિશિ માર્લેના(કાલકાજી), રાજકુમારી ઢિલ્લોં(હરિનગર) અને ધનવંતી ચંદેલા(રાજૌરી ગાર્ડન)ને પાર્ટીએ આ વખતે મોકો આપ્યો છે. ગત ચૂંટણીમાં ચાંદની ચૌકથી જીતેલી અલકા લાંબા પાર્ટી છોડી ચૂકી છે. તેમની સીટ પર પાર્ટીએ પ્રહલાદસિંહને ટિકિટ આપી છે.

રિલેટેડ ન્યૂઝ