રાજકોટના ડર્ટી ડઝન ગ્રુપ સાથે CM રૂપાણીએ ઉજવી ઉત્તરાયણ કરી

અમદાવાદ: ઉત્તરાયણનો પર્વ હોય અને આકાશમાં રાજકીય પતંગ ન ચગે તો કેમ ચાલે. રાજકીય નેતાઓએ પણ પોતાના પરિવાર સાથે મળી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી અને આકાશમાં પણ લગાવ્યા રાજકીય પેચ .ભાજપે સીએએના સમર્થનમાં તો કોંગ્રેસે સીએએમના વિરોધમાં ચગાવ્યા આકાશમાં પતંગ.

રાજકોટમાં ડર્ટી ડઝન ગ્રુપ સાથે CM ઉત્તરાયણ મનાવી રહ્યા છે. CM રૂપાણીએ રાજકોટમાં CAAના સમર્થનવાળી પતંગ ચગાવી હતી. સીએમે પત્ની અંજલીબેન રૂપાણી, પુત્ર સાથે ઉત્તરાયણ ઉજવી હતી. આ સિવાય અમીન માર્ગમાં પરિવાર અને મિત્રો સાથે ઉજવણી કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહેલા અમદાવાદના પાલડીમાં બિજલ પટેલના નિવાસસ્થાને ઉત્તરાયણની ઉજવણી કરી. આ દરમિયાન અનેક લોકોને મુખ્યમંત્રી મળ્યા હતા. સાથે જ પતંગને પેચ પણ લગાવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ બાદ રાજકોટમાં પણ ડર્ટી ડઝન ગ્રૂપ સાથે ઉતરાયણ મનાવી હતી. તેઓ દર વર્ષે તેમના મિત્રો સાથે રાજકોટમાં ઉતરાયણ મનાવે છે. આ વર્ષે CAA ના સમર્થન વાળી પતંગ ઉડાવીને પ્રતીકાત્મક સમર્થન સાથે ગ્રૂપ ડર્ટી ડઝન સાથે તેઓ પત્ની અંજલી સાથે પતંગોત્સવ મનાવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ