અમદાવાદ: ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ઉત્તરાયણનો પર્વની ઉજવણી કરી

અમદાવાદ: દેશના ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ઉત્તરાયણનો પર્વ ઉજવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના આનંદનગર ખાતેના કનકકલા ફ્લેટ ખાતે ઉત્તરાયણનો પર્વ ઉજવ્યો. શાહે ભાજપના કાર્યકરો અને જનતા વચ્ચે પતંગ ચગાવ્યાં અને બોરનો સ્વાદ માણ્યો. અમિત શાહની મુલાકાતને લઈને સ્થાનિકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમિત શાહ સાથે પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી અને યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ પણ હાજર રહ્યાં હતાં. અમિત શાહ પતંગની ભરપૂર મજા માણતા જોવા મળ્યાં. તેમની સાથે પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી પણ ફિરકી પકડીને ગુફ્તગુ કરતા જોવા મળ્યા હતાં. 

55 વર્ષના અમિત શાહ પતંગ ચગાવતી વખતે હાથેથી દોરી એવી રીતે ખેંચતા જોવા મળ્યાં જાણે એવું લાગતું હતું કે તેઓ કોઈની દોરી કાપવાની કોશિશ કરી રહ્યાં છે. રાજકારણમાં વિરોધીઓની દોરી કાપનારા અમિત શાહ આજે પતંગબાજી દરમિયાન વિરોધીઓની દોરી કાપતા જોવા મળ્યાં. 

રિલેટેડ ન્યૂઝ