108ને 3478 ઈમર્જન્સી કોલ મળ્યા, 186ને દોરી વાગી, પટકાતા એકનું મોત અને દોરી વાગતા એકની જીભ કપાઈ

રાજ્યભરમાં આજે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે ઉત્તરાયણ દરમિયાન પતંગની મજાની સાથે સાથે ચાઈનિઝ દોરી અનેક લોકોના જીવ પણ લે છે તો કોઈને કાયમી શારીરિક ખોડ ખાપણ આપતી જાય છે. આજે પણ રાજ્યમાં આ પ્રકારના અનેક બનાવો બન્યા છે. 108 એમ્બ્યુલન્સને સાંજના 6 વાગ્યા સુધીમાં 3478 ઈમર્જન્સી કોલ્સ મળ્યા છે, જ્યારે ગત વર્ષે 3055 કોલ મળ્યા હતા. આમ 2019 કરતા 423 કોલ વધુ મળ્યા છે. તેમજ દોરી વાગવાના 186 કેસ નોંધાયા છે. સુરતમાં બાળક અને વૃદ્ધને દોરી વાગી છે અને એક યુવકની જીભ કપાઈ ગઈ છે. તેમજ અમદાવાદમાં કિશોરી ધાબા પરથી પટકાઈ છે અને એક બાઈક ચાલકને દોરી વાગતા 28 ટાકા આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ