રાજકોટમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત : ઓસ્ટ્રેલિયાને 36 રનોથી હરાવ્યું, સીરીઝ 1-1થી બરાબર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચ રાજકોટમાં રમાઈ હતી છે. ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. ભારતે નિર્ધારીત 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 340 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 341 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 49.1 ઓવરમાં 10 વિકેટ ગુમાવ્યા બાદ 304 રન બનાવ્યા અને આ મેચ ભારતે 36 રને જીતી લીધી છે. જ્યારે ભારતનાં બોલરો પણ સફળ રહ્યા હતા. ઓસ્ટ્રેલીયા તરફથી સ્ટીવન સ્મિથે 102 બોલમાં 98 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. જેમાં એક છગ્ગો અને 9 ચોગ્ગા શામેલ હતા. સાથે સાથે મારનુસે પણ 46 રનની યાદગાર ઈનિંગ રમી હતી. પરંતુ અન્ય બેટ્સમેન લાંબી ઈનિંગ રમી શક્યા નહી. ભારત તરફથી મહોમ્મદ શમીએ 10 ઓવરમાં 58 રન આપીને 3 વિકેટ ઝડપી છે. જ્યારે નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા, કુલદિપ યાદવે 2-2 વિકેટ ઝડપી છે. અને જસ્પ્રિત બુમરાહએ 1 વિકેટ ઝડપી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝનો બીજો મુકાબલો રાજકોટમાં રમાઈ રહ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 340 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીત માટે 341 રનોનો ટારગેટ આપ્યો છે. ભારતીય ટીમ માટે શિખર ધવને સૌથી વધુ સર્વાધિક 96 રન બનાવ્યા જ્યારે કેએલ રાહુલે 80 રનની ઈનિંગ રમી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ 78 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની તરફથી એડમ જમ્પાએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. કેન રિચર્ડસનને 2 વિકેટ મળી હતી. રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ ભારતને ધમાકેદાર શરૂઆત આપી હતી. બન્નેએ પ્રથમ વિકેટ માટે 81 રનોની ભાગીદારી કરી હતી. 14મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાઈ બોલર એડમ જામ્પાએ ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો. એડમ જામ્પાએ રોહિત શર્માને એલબીડબ્લ્યૂ આઉટ કરીને પેવેલિયન ભેગા કર્યા હતા. રોહિત શર્મા 42 રન બનાવીને આઉટ થયા હતા. રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી. ટોસ હારીને પણ ભારતે વિક્રમજનક સ્કોર કર્યો છે. ભારતીય ટીમમાં નવદીપ સૈની અને મનીષ પાંડેનો સમાવેશ કરવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુરના સ્થાને સૈની અને રીષભ પંતના સ્થાને મનીષ પાંડેને ટીમમાં સ્થાન મળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ