ભારતે ઓસ્ટ્રેલિયાને સાત વિકેટથી હરાવ્યું, 2-1થી જીતી વન-ડે શ્રેણી

બેંગલુરુઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ત્રણ મેચોની વનડે શ્રેણીની આજે છેલ્લી મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે (team India)એ બાજી મારી હતી. ભારતના રોહિત શર્માએ શદીના દમપ ઓસ્ટ્રેલિયાની ટીમને 7 વિકેટથી હરાવીને ત્રણ મોચોની આ શ્રેણીને 2-1થી પોતાના નામે કરી હતી. આ ઉપરાંત ભારતની વનડે ક્રિકેટમાં 200મી જીત હતી.

ભારતે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું છે. 287 રનનો પીછો કરતા ભારતે 47.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો. ઓપનર રોહિત શર્માએ કરિયરની 29મી સેન્ચુરી ફટકારતા 128 બોલમાં 8 ફોર અને 6 સિક્સની મદદથી 119 રન કર્યા. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ કરિયરની 57મી ફિફટી મારી હતી. તેણે 91 બોલમાં 8 ફોરની મદદથી 89 રન કર્યા હતા.

કોહલી રનચેઝમાં 7 હજાર રન કરનાર સચિન તેંડુલકર પછી બીજો પ્લેયર બન્યો છે. તેંડુલકરે આ માટે 180 ઇનિંગ્સ લીધી હતી, જયારે ઇન્ડિયન કેપ્ટને 133 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. રોહિતે વનડે કરિયરમાં 9 હજાર રન પૂરા કર્યા છે. તે સૌથી ઝડપી 9 હજાર રન કરનાર બીજો ભારતીય બન્યો છે. કોહલીએ 194 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી, રોહિતે આ માટે 217 ઇનિંગ્સ લીધી છે.

રિલેટેડ ન્યૂઝ