રોહિત શર્માએ બુલેટની સ્પીડથી પૂરા કર્યા 9000 વન-ડે રન

ભારતીય બેટ્સમેન રોહિત શર્માએ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝના ત્રીજા મુકાબલા દરમિયાન વન-ડેમાં 9000 રન પૂરા કર્યા છે. રોહિત શર્મા 9000 વન ડે રન પૂરા કરનાર દુનિયાનો ત્રીજો સૌથી ફાસ્ટ ખેલાડી છે. રોહિતે આ આંકડા સુધી પહોંચવા માટે 217 પારીઓ રમી છે. સૌથી ફાસ્ટ 9000 વન ડે રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે, તેણે 194 પારીમાં આ સફળતા મેળવી હતી. ત્યારબાદ 208 પારી સાથે એબી ડેવિલિયર્સ છે. રસપ્રદ વાત એ છે કે, રોહિત શર્માએ પોતાના કરિયરની શરૂઆત ખુબ ધીમા અંદાજથી કરી હતી. પોહિતે 82 પારીમાં 2000 વન ડે રન પૂરા કર્યા હતા. તે 2000 રન પૂરા કરનાર ત્રીજો સૌથી ધીમો ભારતીય ખેલાડી હતો. ત્યારબાદ રોહિત શર્માએ રનોનો પહાડ બનાવી દીધો અને ખુબ ઝડપથી તેણે બીજા 7 હજાર રન પુરા કર્યા.

રિલેટેડ ન્યૂઝ