જૂનાગઢમાં મેરેથોનમાં 20 સ્પર્ધકો જોડાયા રામનિવાસે 1 કલાક 18 મિનીટમાં દોડ પૂર્ણ કરી

જુનાગઢ તા. 20
જૂનાગઢમાં રવિવારની કડકડતી ઠંડીમાં સવારના પહોરમાં લોટસ સ્પોર્ટ્સ એકેડેમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ મેરેથોન દોડમાં 220 સ્પર્ધકોએ દોટ મૂકી હતી જેમાં 2 કલાક 16 મીનીટમાં યુવતી અને 1 કલાક 18 મીનીટમાં યુવકે 21 કિમી દોડી મેરેથોનમાં પ્રથમ નંબરે વિજેતા થયા હતા.
જૂનાગઢમાં રવિવારે જુનાગઢ લોટસ સ્પોર્ટ્સ એકેડમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 21 કિમી; 10 કિમી; 5 કિમી. અને 2 કિમીની મેરેથોન દોડની સ્પર્ધા યોજાઇ હતી, જેમાં 229 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, 6 થી 40 વર્ષથી વધુ વયના સ્પર્ધકો માટે યોજાયેલ આ સ્પર્ધા રવિવારના સવારના પોણા છ વાગ્યે બહાઉદીન કોલેજથી શરૂ થવા પામી હતી.
આ મેરેથોન દોડમાં 1 કલાક 18 મિનિટ અને 24 સેક્ધડમાં રામનિવાસ નામના દોડવિરે 21 કિલોમીટરની સ્પર્ધા પૂરી કરી પ્રથમ નંબર મેળવ્યો હતો, જ્યારે બહેનોની સ્પર્ધામાં મકા માનસીબેનનો 2 કલાક 16 મિનિટમાં 21 કિમી. મેરેથોન દોડ પૂર્ણ કરતા પ્રથમ નંબર આવ્યો હતો. તો 40 વર્ષથી ઉપરની વયના પુરુષો માટે યોજાયેલ સ્પર્ધામાં સુમરા ઓસ્માણભાઈએ આ સ્પર્ધા જીતી હતી, 14 થી 18 વર્ષની બહેનો માટે 10 કિલોમીટરની યોજાયેલ સ્પર્ધામાં મકા વંદનાબેનએ 1 કલાક 36 સેક્ધડમાં સ્પર્ધા પૂર્ણ કરી તથા ભાઈઓના વિભાગમાં પરમાર ભાવેશ આ સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.વિજેતા સ્પર્ધકોને લોટસ એકેડમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડલ, શિલ્ડ, પ્રમાણપત્રો તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાને સફળ બનાવવા પ્રમુખ આર્ય દીપક અને મંત્રી નિતીન સોલંકી સહિતના ટ્રસ્ટના સભ્યોએ ભારે જહેમત ઊઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ