જેપી નડ્ડા બન્યા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, મોદીએ કહ્યું અમે સ્કૂટર પર બેસીને પાર્ટીનું કામ કર્યું છે

નવી દિલ્હી: જેપી નડ્ડા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર થયા છે. અમિત શાહ, રાજનાથ સિંહ, નિતિન ગડકરી સહિત મોટા નેતાઓની હાજરીમાં તેમને સર્વાનુમતે અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા. અધ્યક્ષ તરીકે તેમની સામે સૌથી મોટો પડકાર દિલ્હી વિધાનસભા ચૂંટણી હશે. જેપી નડ્ડાએ પોતાના ભાઇ સાથે દિલ્હી મુખ્યાલયમાં મુલાકાત કરી. તેમને સર્વાનુમતે ભાજપના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા. 

જેપી નડ્ડાએ અમિત શાહની જગ્યા લીધી છે. અમિત શાહ લગભગ સાડા પાંચ વર્ષ સુધી રહ્યા. અમિત શાહ સાડા પાંચ વર્ષ સુધીનો કાર્યકાળ ભાજપ માટે સુવર્ણ યુગ તરીકે યાદ કરવામાં આવશે. આ દરમિયાન પાર્ટીએ સફળતાના શિખર સર કર્યા. ભાજપે જ્યાં મોટાભાગની વિધાનસભાની ચૂંટણી જીતી તો બીજી તરફ 2019ની લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી. અમિત શાહના ગૃહમંત્રી બન્યા બાદ તેમણે ભાજપના અધ્યક્ષ પદની જવાબદારીમાંથી પોતાને મુક્ત કરી દીધા છે. 

રિલેટેડ ન્યૂઝ