દિગ્વિજય સિંહ પહોંચ્યા શાહીન બાગ, CAA પ્રદર્શનકારીઓને મળ્યા

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને એનઆરસી વિરુદ્ધ પ્રદર્શનકારીઓને મળવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પહોંચ્યા હતા. એક મહિના કરતા વધુ સમયથી શાહીન બાગમાં આ જોગવાઈઓ વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યું છે. દિગ્વિજય સિંહ તેનું સમર્થન કરવા પહોંચ્યા હતા. આ વચ્ચે કાલિંદી કુંજ રોડ પર સીએએના વિરોધમાં ધરણા પ્રદર્શનનો મામલો આજે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. વકીલ અમિત સાહનીએ સુપ્રીમમાં દાખલ અરજીમાં કહ્યું કે, રોડ જામથી લોકોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ દિલ્હી હાઈકોર્ટે સ્થિતિના મોનિટરિંગને લઈને કોઈ ખાસ નિર્દેશ આપવાની જગ્યાએ પોલીસને યોગ્ય પગલા ભરવાનું કહીને મામલાનું સમાધન કરી દીધું. 

અરજીકર્તાએ માગ કરી છે કે ત્યાં બની રહેલી સ્થિતિને વધુ ખરાબ થતી રોકવા અને હિંસક થતી બચવા માટે સુપ્રીમ કોર્ટ પોતાના નિવૃત જજ કે દિલ્હી હાઈકોર્ટના સેવારત જજ પાસે મોનિટરિંગ કરાવે. 

રિલેટેડ ન્યૂઝ