રાજકોટ: પ્રોફેસરે વિદ્યાર્થિની પાસે શરીર સુખની કરી માંગ’ – Audio વાયરલ

રાજકોટ : સૌરાષ્ટ્રમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. એક કોલેજ પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીની પાસે શરીર સુખની અશ્લિલ માંગ કરી હોવાનું સામે આવ્યું છે. પ્રોફેસરની વિદ્યાર્થીની સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થતા પૂરા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રતિષ્ઠિત પ્રોફેસરે એક વિદ્યાર્થીનીને પ્રોફેસર બનાવવાની લાલચ આપી શરીર સુખની માંગ કરી હોવાનો ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયો વાયરલ થતા જ પુરા શિક્ષણ જગતમાં આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ છે. ઓડિયોમાં પ્રોફેસર વિદ્યાર્થીની પાસે બિભત્સ માંગણીઓ કરે છે. પ્રોફેસર નશામાં ધૂત થઈને વિદ્યાર્થીને પીએચડી કરાવી પ્રોફેસર બનાવવાની લાલચ આપે છે, અને તેના બદલામાં શરીર સુખની માંગ કરે છે. આ ઘટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે કલંકિત સમાન બની ગઈ છે. ઓડિયો ક્લિપમાં જે આક્ષેપિત પ્રોફેસર વાત કરે છે, તેમનું નામ ડો. હરેશકુમાર ઝાલા હોવાનું સામે આવી રહ્યું છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ