આજથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં ભરચક કાર્યક્રમો

રાજકોટ તા.23
રાજકોટમાં રાજ્યકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે ત્યારે આવતીકાલથી ત્રણ દિવસ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યપાલ સહિતના મહાનુભવો રાજકોટના મહેમાન બનનાર છે. તદ્ુપરાંત રાજ્યના ટોચના આઇએએસ અને આઇપીએસ અધિકારીઓએ પણ પડાવ નાખ્યો છે.
રાજકોટ શહેરમાં પ્રજાસતાક પર્વની ઉજવણીને લઇને રંગારંગ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યા છે. સાથોસાથ કરોડો રૂપિયાના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કરવામાં આવ્યા છે. ગત તા.18મીથી કાર્યક્રમોની શ્રુંખલા શરૂ થઇ છે જે અવિરત ચાલી રહી છે.
આવતીકાલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ 29 જેટલા વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરનાર છે. કલેકરટ કચેરી ખાતે તૈયાર કરવામાં આવેલ ફલેગ ઓફ યુનિટીનું પણ લોકાર્પણ કરવામાં આવશે. 40 હજાર કાગળના ટુકડાથી તૈયાર કરવામાં આવેલ ફલેગો યુનિટીનો રાજકોટમાં વિશ્ર્વ વિક્રમ નોંધાશે. આ ઉપરાંત રૂા.12.84 કરોડના વિકાસકામોનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. કલેકટર કચેરીમાં તૈયાર કરવામાં આવેલ જનસેવા કેન્દ્ર, યુનિવર્સિટીના યુથ લેજીસ્લેચર, ઓવરબ્રીજ, ફલાવર શો સહિતના કાર્યક્રમોનું લોકાર્પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ કાલે ફલાવર શો ની મુલાકાત લેશે. ત્યારબાદ રેસકોર્ષ રીંગરોડ ઉપર કાયમી લાઇટીંગ પ્રોજેકટ અને વિદ્યાર્થી કાર્નીવલનું લોકાર્પણ કરશે. ત્યારબાદ ચૌધરી હાઇસ્કુલમાં શસ્ત્ર પ્રદર્શન તથા મશાલ પીટીનું લોકાર્પણ કરવામાં આવશે અને સાંજે વિરાણી હાઇસ્કુલમાં મહાનગરપાલીકા આયોજીત જુના ફિલ્મી ગીતોના કાર્યક્રમ માણશે.
25 મીએ મુખ્યમંત્રી ધર્મેન્દ્ર કોલેજ ગ્રાઉન્ડમાં પુસ્તક મેળાનું ઉદ્દઘાટન કરશે. ત્યારબાદ ઇસ્કોન મંદિર ખાતે રૂડા, મહાનગરપાલીકા અને પોલીસ વિભાગના જુદાજુદા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
ત્યારબાદ આત્મીય યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી યુવા સંમેલનને સંબોધશે અને યુવાલક્ષી યોજનાઓનું વિતરણ કરશે. તે પછી ગોંડલ બીએપીએસ મંદિર ખાતે મહિલા સંમેલનમાં હાજરી આપશે.
રાજકોટમાં રૂા.45 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ નવનિર્મિત બસ ડેપોનું લોકાર્પણ કરવામાં આવશે.તે પછી શાસ્ત્રી મેદાનમાં હસ્તકલા પ્રદર્શનમાં હાજરી આપશે. ત્યારબાદ સાંજે 4.30 કલાકે મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે રાજ્યપાલના એટહોમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જ્યાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી 600 જેટલા વીવીઆઇપીઓને રૂબરૂ મળશે પછી સાંજે માધવરાય ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેગા ઇવેન્ટમાં ભાગ લેશે અને તા.26મીએ સવારે 9 કલાકે રેસકોર્ષ મેદાનમાં રાષ્ટ્રધ્વજને સલામી આપશે. પ્રજાસતાક પર્વ અંતર્ગત મુખ્યમંત્રી, ડે.મુખ્યમંત્રી ઉપરાંત ગૃહમંત્રી, પ્રભારી મંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો રાજકોટના મહેમાન બન્યા છે.
રાજકોટ ખાતે ચાલી રહેલ પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અન્વયે તારીખ 24 થી 26મી જાન્યુઆરી દરમિયાન વિવિધ આકર્ષણરૂપ અને રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડીયમ ખાતે યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને ડી.આર.ડી.એ. રાજકોટ દ્વારા મહામહિમ રાજ્યપાલ દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં નરંગ છે રાજકોટ થીમ આધારીત મેગા ઇવેન્ટ યોજાશે. આ ઉપરાંત હસ્તકલા મેળો, પુસ્તક મેળો, શસ્ત્ર પ્રદર્શન, મશાલ પી.ટી., ફલાવર-શો, સેલ્ફાઇનાન્સ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વાર કાર્નિવલ, લાઇટનીંગ પ્રાજેકટ જેવા વિવિધ કાર્યક્રમો યેાજાશે. જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા આ તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળવા અને દેશની આન-બાન-શાન તીરંગાને સલામી આપવા સર્વે જનતાને જાહેર નિમંત્રણ પાઠવાયું છે.
તા.26મી જાન્યુઆરીના રોજ રેસકોર્ષ ગાઉન્ડ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. જેમાં રાજયપાલ દેવવ્રતજી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશની આન, બાન અને શાન તીરંગાને સલામી અપાશે.
આ પ્રસંગે રજુ થનાર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વિવિધ 9 સ્કુલની 2200 વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજુ થશે. જયારે 1100 જેટલા બાળકો દ્વારા યોગ નિદર્શન યોજાશે. આ કાર્યક્રમમાં પોલીસના જવાનો (ભાઇઓ-બહેનો) દ્વારા પણ શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થનાર છે. જેમાં પરંપરાગત રાસગરબાની કૃતિઓ રજૂ થશે. આ ઉપરાંત જિમ્નાસ્ટીક અને મલખમના કરતબ સહિત જાંબાઝ મોટર સાઇકલ સવારો દ્વારા વિવિધ કરતબો રજૂ થશે.
ચેતક કમાન્ડો દ્વારા રેસ્કયુ ઓપરેશનનો ડેમો રજુ થશે. શ્વાન દળ દ્વારા સ્પે. ડોગ-શો અને થનગનાટ કરતા અશ્વો દ્વારા અશ્વ-શો પણ રજુ કરાશે.

રિલેટેડ ન્યૂઝ