ફલાવર શો-ગાર્ડન એકિઝબીશન ફલાવર્સ થ્રીલરથી સુશોભિત રેસકોર્ષ

રાજકોટ તા.24
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વ 2020ની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત આજરોજ સવારે 9 કલાકે રેસકોર્ષના શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેના મેદાનમાં ફ્લાવર-શો કમ ગાર્ડન એક્ઝિબીશન શહેરીજનો માટે ખુલ્લું મુકતા રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ.
આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, બાગ બગીચા અને ઝૂ કમિટી ચેરમને વિજયાબેન વાછાણી, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન બાબુભાઈ આહીર, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, માર્કેટ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી ચેરમેન પ્રીતીબેન પનારા, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા સહિતના ઉપસ્થિત રહેલ.
આ ફલાવર-શોમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને અવનવા ફૂલ છોડ, વન અને પર્યાવરણ સંબંધી સૌ માટે, ખાસ કરીને વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે અત્યંત ઉપયોગી બની રહેશે. આ ફ્લાવર શોમાં વિવિધ પ્રકારના આકર્ષણ હૈયાત ચીજવસ્તુઓ વિગેરેને ધ્યાને રાખી કરવામાં આવેલ છે. અંદાજે 70 પ્રકારના ફૂલછોડ, ફોલીયેઝ (રેઇનબો ઇફેક્ટ) પ્લાન્ટસ સર્કસ, હેંગીગ પ્લાન્ટસ તેમજ ફલાવર્સના પીલર વિગેરેથી સુશોભન કરવામાં આવેલ છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આ ફ્લાવર શો માં ચરખો કાંતતા મહાત્મા ગાંધીની કૃતિ, મીઠાના સત્યાગ્રહ, દાંડીકુચ, મહાત્મા ગાંધીના આફ્રિકાના પ્રવાસ (ટ્રેજેડી)ના સ્કલ્પચર્સ સાથોસાથ આયુર્વેદાવન (હનુમાનજીની પ્રતિમા) સાથોસાથ ફ્લાવર શોના મુખ્ય આકર્ષણોમાં ફ્લાવર ડોલ (ચણીયા ચોલી), હાર્ટ, મોર, ઘડો (કુંભ), હાર્ટ સાઈન, સાઈકલ ફ્લાવર્સથી સુશોભન, હેંગીગ બાસ્કેટ, હેંગીગ બાસ્કેટ, હેંગીગ પોર્ટ વિગેરે રાખવામાં આવેલ છે.
યુવા વર્ગ પોતાની તંદુરસ્તી જાળવી રાખે અને ખેલકુદને પ્રેરણા માળે તેવા રમત ગમતના સાધનોમાં ક્રિકેટ, ફૂટબોલ, બેડમીટન જેવી રમતોના સાધનોની મોટી પ્રતિમાઓને ફૂલોથી સજાવટ કરવામાં આવેલ છે. આ ઉપરાંત બગીચાના પ્લોટને લગત પીલર્સ તેમજ ફ્લાવર સ્ટેન્ડમાં બાસ્કેટ દ્વારા હેંગીગ કરવામાં આવેલ છે.
રાજકોટવાસીઓ માટે આ સમગ્ર પફલાવર-શોથ એક અનોખો અનુભવ બની રહેશે, જેમાં પ્રકૃતિને નજીકથી ઓળખવાની અને તેની ખૂબસૂરતીને માણવાની અદભૂત તક પ્રાપ્ત થશે. આ ફલાવર-શો તા.24/01/2020 થી તા.26/01/2020 એમ કુલ ત્રણ(03) દિવસ સુધી ચાલશે. આ પફલાવર-શોથ દરરોજ સવારે 9 થી 1 અને બપોરે 3થી રાત્રે 10 સુધી ખુલ્લો રહેશે.
કલેકટર કચેરીમાં રૂા.60 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અફલાતૂન જનસેવા કેન્દ્રનું આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરતાની સાથે જ અરજદારોના ટોળટોળા ઉમટી પડ્યા હતા.
રાજ્યકક્ષાની પ્રજાસતાક પર્વની રાજકોટમાં ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટવાસીઓને જનસેવા કેન્દ્ર થકી જનતાને વધુ એક ભેટ આપવામાં આવી છે. તેમ લોકાર્પણ બાદ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ ગૌરવપૂર્વક કહ્યું કે પ્રજાના કામો ઝડપથી થાય તે માટે જન સુવિધા કેન્દ્ર ખૂબ ઉપયોગી રહેશે. પ્રજાની સત્તા હોય તે પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. બંધારણમાં આપણે અનેક અધિકારો પ્રાપ્ત થયા છે. જેના દ્વારા સરળતાથી પ્રજાને તેમના હક્કો મળે છે. સમગ્ર રાજકોટવાસીઓ પ્રજાસત્તાક પર્વમાં ઉત્સાહભેર ભાગ લઇ રહ્યાં છે.
કલેકટરે વધુમા જણાવ્યુ હતું કે સંપૂર્ણ વાતાનુકુલીત એવા નવનિર્મિત જનસેવા કેન્દ્ર ખાતે વન-ડે ગવર્નન્સ (એક જ દિવસમાં ઉપલબ્ધ તમામ સેવાઓ) એક જ સ્થળેથી ઝડપથી મળી રહેશે. આ જનસેવા કેન્દ્ર ખાતે અરજીઓનો 24 કલાકમાં ત્વરીત કાર્યવાહી સાથે નિકાલ કરવામાં આવશે. જેથી લોકોને જુદી જુદી મામલતદાર કચેરીઓએ જવું નહીં પડે. 17 કાઉન્ટર અને આધારકાર્ડના ખાસ બે કાઉન્ટર સાથે કાર્યરત આ આધુનિક જનસેવા કેન્દ્ર મામલતદાર કચેરી ખાતે ઉપલબ્ધ વન-ડે ગવર્નન્સ ઉપરાંત અન્ય સેવાઓ જેવીકે ઇલેકશન સ્માર્ટકાર્ડ, ગામના નમુના નં.7/12, 8-અ ના ઉતારા, ઇ-સ્ટેમ્પીંગના દાખલાઓ કાઢી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નાના બાળકો સાથે આવનાર મહિલાઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ખાસ બેબી કેરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રમકડાંઓથી સુસજ્જ હશે.
જાન્યુઆરી,નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા અને અન્ય સરકારી વિભાગો દ્વારા નિર્મિત રૂ. 128 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
રાજકોટમાં આત્મિય યુનિ. પરિસરમાં યોજાયેલ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રપર્વમાં દેશભક્તિના રંગે રંગાયેલા રાજકોટ અને જિલ્લાને રૂ. 1 હજાર કરોડના વિકાસ કામોની ભેટ આપી છે.
તેઓએ રાજકોટમાં જનમેદનીને સંબોધતા સ્પષ્ટ કહ્યું કે, મહાત્મા ગાંધીના ટ્રસ્ટીશીપના સિધ્ધાંત મુજબ અમે પ્રજાના નાણાંનો પ્રજાકલ્યાણ માટે તેમના વિકાસ માટે સદઉપયોગ કરીએ છીએ.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ અંદાજીત રૂ. 128 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. જેમાં રાજકોટની જનતાને માધાપર (ચોકડી) ખાતે થતી ટ્રાફિક સમસ્યાનો હલ લાવવા અંદાજીત રૂ. 60.99 કરોડના ખર્ચે માધાપર ચોકડી ખાતે 6લેન ફલાયઓવર બ્રિજના નિર્માણનું ખાતમુહૂર્ત કર્યું હતું. તદઉપરાંત અંદાજીત રૂ. 20.4 કરોડના ખર્ચે નવનિર્મિત 108 સરકારી ક્વાર્ટરનું લોકાર્પણ કર્યું હતું.રાજકોટમાં શિક્ષણ સુવિધાઓ વધે તે હેતુથી આશરે 578 લાખથી વધુના ખર્ચે સરકારી ઇજનેરી કોલેજ રાજકોટ ખાતે એનેક્ષી બિલ્ડીંગ, સ્માર્ટ ક્લાસ અને દિવ્યાંગો માટે 450 લાખથી વધુના ખર્ચે નવી આઇ.ટી.આઇ. સંસ્થાનું નાયબ મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યા હતા. તેમજ આરોગ્ય વિભાગના સૌરાષ્ટ્ર રીજીયનના વિભાગીય વેકસીન સ્ટોર તથા વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી રાજકોટની કચેરીની આશરે 182 લાખના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન બિલ્ડીંગનું પણ લોકાર્પણ કર્યું હતું.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ મહાનગરપાલિકાના 32 કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. જેમાં નાના મવા રોડ પર સ્કુલ તેમજ સ્ટોરનું, ન્યારી ડેમગાર્ડન, પ્રદ્યુમન પાર્કમાં ઇન્ટરપ્રિટેશન સેન્ટર, વોર્ડ નં.5માં જીમ, વોર્ડ નં.16માં વોર્ડ ઓફિસ અને વોર્ડ નં.6માં સ્મશાનમાં પ્રાર્થના હોલના લોકાર્પણ અને અંદાજીત 11 કરોડથી વધુના વોર્ડ નં.3માં સર્વ શિક્ષા અભિયાન શાળા, વોર્ડ નં.4માં ફુટપાથ તથા પેવર બ્લોક, મેટલીંગ, વોર્ડ નં.13માં શાળા નં.69ના નવા મકાન, વોર્ડ નં.1માં ઢોર ડબ્બા, મેટલીંગ અને પેવર બ્લોકના કામ તથા વોર્ડ નં.8 અને 9માં પેવર બ્લોકના, વોર્ડ નં.8માં હોકર્સ ઝોન, વોર્ડ નં.12માં બોકસ કલવર્ટ તેમજ વોર્ડ નં.18માં શાળા મકાનના કામના ખાતમુહૂર્ત કરાયા હતા.
નાયબ મુખ્યમંત્રીશ્રી કાર્યક્રમના અંતે રાજકોટને સંપૂર્ણ સ્વચ્છ રાખવાના અભિયાન રૂપે રૂ. 6.65 કરોડના ખર્ચે 6 સ્વીપર મશીન અને 49 ટીપરવાનને પ્રસ્થાન કરાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ