પાલીકાની પેટા ચૂંટણીમાં જસદણ- વઢવાણમાં ભાજપ-પાલીતાણામાં કોંગી ઉમેદવાર વિજેતા

રાજકોટ તા. 29
સૌરાષ્ટ્ર – કચ્છની નગરપાલિકામાં ખાલી પડેલી બેઠકોની યોજાયેલી પેટા ચૂંટણીનું પરીણામ ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા.
જ્યારે પાલીતાણાની બેઠકપર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા. તો વઢવાણમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા એક સદસ્યએ રાજીનામું આપતા ત્યાનું રાજકારણ ગરમાયું હતું.
જસદણ
જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર છ ની પેટા ચૂંટણી માટે યોજેયેલી મત ગણતરીમાં ભાજપના ઉમેદવાર ભરતભાઇ જેબલિયા જંગી સરસાઈથી જીત્યા હતા.
ચુંટણી અધિકારી અને જસદણ પ્રાંત અધિકારી પી.એચ. ગલચરના અધ્યક્ષસ્થાને તાલુકા સેવા સદન ખાતે મતગણતરી યોજાતા ભાજપના નગરસેવક ભરતભાઈ મનુભાઈ જેબલિયાને 1027 મત કોંગ્રેસના રંજનબેન નિલેશભાઈ તોગડિયાને 214 મત તથા અપક્ષ ઉમેદવાર મનુભાઈ શાંતુભાઇ ધાધલને 126 મત મળતા ભરતભાઇ જેબલિયા 813 માતની જંગી સરસાઈથી વિજેતા બન્યા હતા.
પાલીતાણામાં કોંગ્રેસ
પાલીતાણા નગરપાલીકાના વોર્ડ 5ની એક બેઠકની પેટા ચુંટણી યોજાઇ હતી. જેમાં આજે મતગણતરી થતાં આ બેઠક ભાજપ પાસેથી કોંગ્રેસે છીનવી લીધી છે. અને કોંગ્રેસનો વિજય થયો છે.
કોંગ્રેસના ઉમેદવાર વિનુભાઇ ગોહિલને 1388 મતો પ્રાપ્ત થયા છે. માટે ભાજપનાં ઉમદેવાર પ્રેમજીભાઇ પરમારને 1007 અને ગુજરાત જનતા પાટીના હીયભાઇ મકવાને 60 તેમજ અકબરભાઇ રાંધપરાને 31 મતો પ્રાપ્ત થતાં કોંગ્રેસનો વિજય થયો છે.
વઢવાણ
વઢવાણ વોર્ડ નં. 8ની સભ્યના રાજીનામાના કારણે ખાલી પડેલ જગ્યા માટે 27/1ના રોજ ચૂટણી યોજાઇ હતી. તેમાં 49 ટકા મતદાન થયું હતું. આજે મતગણતરી હાથ ધરાતા ભાજપના જગદીશભાઇ પરમારને 3124 મત અને કોંગ્રેસના મહાદેવ પરમારને 844 મત મલતા ભાજપનો 2480 મતથી વિજય થયો હતો.

રિલેટેડ ન્યૂઝ